<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

કોહલી માટે ‘‘૧૮'' નંબરનો સંયોગ

 

મુંબઇઃ આઇપીએલની ફાઇનલ મેચમાં, રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુએ ૧૮ વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે ટ્રોફી જીતી. આ ઐતિહાસિક જીતની સાથે, ‘‘૧૮'' નંબરનો વિરાટ કોહલી સાથે ખાસ સંબંધ છે, એવામાં એ વાતે બધાનું ધ્‍યાન ખેંચ્‍યું કે આ મેચમાં તેની જાદુઈ અસર જોવા મળી.

વિરાટ કોહલીનો જર્સી નંબર ૧૮ છે. આ નંબર તેના માટે ખૂબ જ ખાસ છે કારણ કે ૧૮ ડિસેમ્‍બર વિરાટના પિતાનું અવસાન થયું હતું અને તે જ દિવસે તેણે ક્રિકેટને પોતાનું જીવન બનાવી લીધું હતું. ત્‍યારથી, તે ૧૮ નંબરને તેના આત્‍મવિશ્વાસ અને પ્રેરણાનું પ્રતીક માને છે.

જો આપણે મેચની તારીખનો સરવાળો કરીએ તો ૩ જૂન ૨૦૨૫ = (૩+૬+૨+૦+૨+૫ = ૧૮). આ સંયોગ કહે છે કે, આ દિવસ વિરાટ માટે ફળદાયી રહ્યો.

(4:23 PM IST)