તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
RCBની જીત માટે પતિને છૂટાછેડા આપવાથી લઈને : કોહલીનું મંદિર બનાવવા સુધી... ચાહકોએ માંગી હતી આવી મન્નત
બેંગ્લોર ચેમ્પિયન બને તે માટે ચાહકોએ

નવી દિલ્હીઃ RCB ફાઈનલ પહેલા RCBના ચાહકોએ RCBની જીત માટે કેવી-કેવી માનતાઓ માની હતી. કેટલાક ચાહકે RCBની જીત માટે આખી જિંદગી લગ્ન ન કરવાની વાત કરી હતી, તો કોઈ પોતાના પતિ-પત્નીને છૂટાછેડા આપવાની વાત કરી હતી. એક ચાહક તો એવો હતો કે જેને RCBની જીત પછી કોહલીનું મંદિર બનાવવાની વાત કરી હતી. તો હવે કદાચ જે લોકોએ લગ્ન ન કરવાની વાત કરી હતી, એ લગ્ન કરશે, પેલા પતિને હાશકારો થશે કે હવે તેની પત્ની તેને છૂટાછેડા નહીં આપે. કદાચ હવે વિરાટ કોહલીનું મંદિર પણ બની જશે. તો ચાલો આના પર એક નજર કરીએ.
RCBની એક મહિલા ચાહક તેના પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ હતી. આ મહિલાના હાથમાં જે પોસ્ટર હતું તેમાં લખ્યું હતું કે, ‘‘જો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL ફાઇનલ નહીં જીતે, તો હું મારા પતિને છૂટાછેડા આપીશ.'' IPL ક્વોલિફાયર-૧ મેચ દરમિયાન આ પોસ્ટર કેમેરામાં કેદ થતાં જ, મહિલાના પોસ્ટરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
દરેક RCB ચાહક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત માટે ઘણી કામનાઓ કરી હતી. એમાંથી એક ચાહકે કહ્યું હતું કે જો RCB જીતે છે, તો તે વિજય માલ્યાનું દેવું ચૂકવી દેશે. એટલું જ નહીં, તે કન્નડ ભાષા શીખશે અને સાઉથ ઇન્ડિયન ફૂડ ખાશે. ઉપરાંત, તે વિરાટ કોહલીનું મંદિર પણ બનાવશે. આ ચાહક બીજું કોઈ નહીં પણ ટીવી સ્ટાર નકુલ મહેતા છે જે અન્ય ચાહકોની જેમ RCBને જીતતું જોવા માંગે છે. નકુલ મહેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો કર્યો હતા.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
