તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
આરસીબી!!! મહેનત કા ફલ મીઠા હોતા હૈ....વિરાટની ટીમને અભિનંદન
અજય દેવગણ, રણવીરસિંહ, અલ્લુ અર્જુન, રશ્મિકા મંધાના, વિકકી કૌશલ સહિતના કલાકારોએ RCB ટીમને અભિનંદન પાઠવ્યા

મુંબઇઃ ૧૮ વર્ષની રાહ જોયા પછી IPL ટ્રોફી જીત્યા પછી વિરાટ કોહલીની ઈમોશનલ મોમેન્ટ્સ હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની IPL જીતની ઉજવણી ઈમોશનલ મેસેજિસ સાથે કરી રહ્યા છે. RCBની પહેલી જીત બાદ રણવીર સિંહ, અલ્લુ અર્જુન, બેસિલ જોસેફ, અનન્યા પાંડે, સોનુ સૂદ અને અન્ય ઘણા લોકોએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
આરસીબી!!! મહેનત કા ફલ મીઠા હોતા હૈ - આખરે! વિરાટ ભાઈ અને ટીમ, હૃદયપૂર્વક અભિનંદન. પંજાબ - કઠિન નસીબ, હૃદય અને ચારિત્ર્યથી રમ્યા! બંને પક્ષોને માન.
આ દરેક ચાહક માટે છે જેમણે કયારેય હાર માની નથી. @RCBTweets અને @imVkohli ને તેમની પ્રથમ IPL ટ્રોફી જીતવા બદલ અભિનંદન.
રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સની આરસીબીની જીત બાદની પ્રતિક્રિયાનો સ્ક્રીનગ્રેબ શેર કર્યો. તેણે લખ્યું, ‘‘આ બધું જ છે,''
અલ્લુએ વીડિયો શેર કરીને કહ્યું કે આરસીબીની પહેલી આઈપીએલ જીત પછી અયાન ખુશખુશાલ થઈ રહ્યો છે. તેણે લખ્યું, ‘‘અયાન ખૂબ જ ભાવુક થઈ રહ્યો છે.'' વિરાટકોહલી ફેનબોય મોમેન્ટ. ખૂબ જ સુંદર, મારા ચિન્ની બાબુ.
અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પણ પોસ્ટ શેર કરીને કહ્યું, ‘‘અહીં વિજયની સુગંધ આવે છે.''
આ દરમિયાન, બેસિલ જોસેફે કોહલીની આંસુઓ સાથેની એક તસવીર પોસ્ટ કરી અને મિન્નલ મુરલીમાં ગુરુ સોમસુંદરમના પાત્ર સાથે સરખામણી કરી, અને કેપ્શન આપ્યું, ‘‘આખરે!૧૮ વર્ષ. ૧૮ વર્ષતે કાથિરિપ્પ.''
ભૂલ ભુલૈયા ૩ ફેમ એક્ટર કાર્તિક આર્યને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા વિરાટ કોહલીને આઈપીએલના ઇતિહાસમાં આ ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા. તેણે લખ્યું, ‘‘આખરે ૧૮ વર્ષ પછી જર્સી નંબર ૧૮.''
છાવાના એક્ટર વિક્કી કૌશલે એક ફોટો કોલાજ શેર કર્યો છે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ૧૮ વર્ષમાં પહેલીવાર IPL ટ્રોફી જીતી તે પછી વિરાટ કોહલીની પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે. તેણે લખ્યું, ‘‘એ માણસને જેણે રમતને બધું જ આપ્યું છે... આ લાંબા સમયથી બાકી હતું! @viratkohli૧૮.''
રેડ-૨ ના અભિનેતા અજય દેવગણે વિરાટ કોહલી અને તેની ટીમને IPL ૨૦૨૫ ટ્રોફી જીતવા બદલ અભિનંદન આપ્યા. RCB ની વિજેતા પોસ્ટ શેર કરતી વખતે, તેણે લખ્યું, વર્ષોથી જોઈ રહ્યો છું અને ઉત્સાહિત છું... આખરે RCB એ ઇતિહાસ રચ્યો છે. @viratkohli અને આખી ટીમ @royal challengers bengaluru ને અભિનંદન.''
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
