<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

ફાઇનલમાં RCB માટે કૃણાલ પંડયા વરદાન સાબિત થયો કૃણાલે ચમત્‍કારીક સ્‍પેલથી આખી મેચ પલટી નાખી

 

અમદાવાદઃ IPL ૨૦૨૫ માં RCB ચેમ્‍પિયન બન્‍યું છે. આખરે, અમદાવાદના નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડિયમમાં ૧૭ વર્ષની લાંબી રાહનો અંત આવ્‍યો. ફાઇનલ મેચમાં ય્‍ઘ્‍ગ્‍ એ પંજાબ કિંગ્‍સને ૬ રનથી હરાવીને ટાઇટલ પર કબજો કર્યો. પહેલા બેટિંગ કરતાં બેંગ્‍લોરની ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને સ્‍કોરબોર્ડ પર ૧૯૦ રન બનાવ્‍યા. જવાબમાં, પંજાબ કિંગ્‍સ ૭ વિકેટ ગુમાવીને ફક્‍ત ૧૮૪ રન જ બનાવી શકી. ફાઇનલમાં ગુજરાતની ધૂરંધર કળણાલ પંડ્‍યા RCB ની જીતનો હીરો રહ્યો હતો. કળણાલે તેના ચાર રનના સ્‍પેલમાં રમત સંપૂર્ણપણે બદલી નાખી. મેચ પછી વિરાટ કોહલીએ પોતે કળણાલની પ્રશંસા કરી. કળણાલ પંડ્‍યા ફાઇનલ મેચમાં RCB માટે વરદાન સાબિત થયો. ૮.૨ ઓવર પછી, પંજાબ કિંગ્‍સે ૧૯૧ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સ્‍કોરબોર્ડ પર ૭૨ રન બનાવી લીધા હતા. RCB મેચમાં ત્‍યારે પાછળ રહી ગઈ હતી. આવી સ્‍થિતિમાં કળણાલે ચમત્‍કારી સ્‍પેલથી આખી મેચ પલટી નાખી. કળણાલે પ્રભસિમરન સિંહને આઉટ કર્યો. ત્‍યારપછી, તેણે જોશ ઇંગ્‍લિશને આઉટ કર્યો જે પહેલાથી જ ક્રીઝ પર સેટ હતો અને ૨૩ બોલમાં ૩૯ રન બનાવીને તબાહી મચાવી રહ્યો હતો. આ સાથે કળણાલે ખૂબ જ ઓછા રન આપી શ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્‍સ કર્યું હતું. તેના ચાર ઓવરના સ્‍પેલમાં, કળણાલે ફક્‍ત ૧૭ રન આપ્‍યા અને પંજાબના બેટ્‍સમેનોને હાથ ખોલવાની કોઈ તક આપી નહીં. અન્‍ય બોલરોને પણ કળણાલે બનાવેલા દબાણનો ફાયદો થયો.

કિંગ કોહલીએ પણ કળણાલની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ફિંગર સ્‍પિનર તરીકે કળણાલનો આ સ્‍પેલ હંમેશા યાદ રહેશે. કોહલીએ કહ્યું કે કળણાલે બેટ્‍સમેનોને વિચારવા માટે મજબૂર કર્યા. સોશિયલ મીડિયા પર પણ કળણાલની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

(2:11 PM IST)