<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

હું આઉટ થયો એ મેચનો ટનિઁગ પોઇન્‍ટ, મને મારી ટીમના દરેક સભ્‍ય ઉપર ગર્વ

ફાઇનલમાં હાર બાદ શ્રેયસ ઐયરનું દર્દ છલકાયું બેંગ્‍લોરની ટીમનું શાનદાર પ્રદર્શન, કૃણાલનું જબરદસ્‍ત પર્ફોમન્‍સ

એક તરફ કોહલીની આરસીબી ૧૮ વર્ષે આઈપીએલ ચેમ્‍પિયન તો બીજી બાજુ ૧૭ વર્ષથી ખિતાબથી દૂર પંજાબ કિંગ્‍સને ફરી નિરાશાનો સામનો કરવો પડ્‍યો. ૧૧ વર્ષ પછી આઇપીએલ  ફાઇનલમાં પહોંચેલી પંજાબને  આરસીબી સામે ૬ રનથી હારનો સામનો કરવો પડ્‍યો.

પંજાબ કિંગ્‍સે શ્રેયસ ઐયરની કેપ્‍ટનશીપમાં ફાઇનલમાં સ્‍થાન મેળવ્‍યું હતું. ગત સિઝનમાં શ્રેયસ ઐયરની કેપ્‍ટનશીપમાં KKRએ SRHને હરાવીને ફાઇનલ ટાઇટલ જીત્‍યું હતું. શ્રેયસ ઐયરે ‘‘વીર'' એટલે કે શાહરૂખ ખાનની ટીમ માટે જે કામ કર્યું હતું. તે ‘‘ઝારા'' એટલે કે પ્રીતિ ઝિન્‍ટા માટે તે ઇતિહાસનું પુનરાવર્તન કરી શકયો નહીં.

ફાઇનલ હાર્યા બાદ, નિરાશ શ્રેયસ ઐયરે જણાવ્‍યું કે તેની ટીમે કયાં ભૂલ કરી, જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્‍યો. જોકે, શ્રેયસે ટીમના આત્‍મવિશ્વાસની પ્રશંસા કરી. તેણે કહ્યું કે ટીમ ટુર્નામેન્‍ટમાં જે રીતે રમી તે અદ્ભુત હતું. હું ખૂબ જ નિરાશ છું, પરંતુ આ ટુર્નામેન્‍ટમાં અમારી ટીમ જે રીતે રમી તે અદ્ભુત હતું. આનો ઘણો શ્રેય મેનેજમેન્‍ટ અને દરેક ખેલાડીને જાય છે. અમે અહીં રમેલી છેલ્લી મેચ જોઈને, મને વ્‍યક્‍તિગત રીતે લાગ્‍યું હતું કે ૨૦૦ રનનો સ્‍કોર ચેઝ કરી શકાય તેમ હતો. જોકે, RCB એ શાનદાર બોલિંગ કરી. કળણાલનું પરફોર્મન્‍સ જબરદસ્‍ત હતું. તેણે પોતાના અનુભવનો ઉપયોગ કર્યો. પંજાબના કેપ્‍ટને કહ્યું, મારું આઉટ થવું એ મેચનો ર્ટનિંગ પોઈન્‍ટ હતો. મને મારી ટીમના દરેક સભ્‍ય પર ગર્વ છે. ઘણા યુવા ખેલાડીઓએ તેમની પહેલી સિઝન રમી. તેમની નિર્ભયતા અવિશ્વસનીય હતી. કામ હજુ અડધું થઈ ગયું છે. હવે અમારે આવતા વર્ષે જીતવું છે. દરેક મેચમાં અમે જે રીતે પ્રદર્શન કર્યું તે સકારાત્‍મક હતું. અમને ઘણો અનુભવ મળ્‍યો છે અને હવે અમે આવતા વર્ષ માટે આગળ વધી શકીએ છીએ.

(2:09 PM IST)