તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ફિલ સોલ્ટે બાઉન્ડ્રી લાઇન પર બોલને હવામાં ઉછાળી ઝડપ્યો લાજવાબ કેચ: ક્રિકેટ રસિકો આફ્રિન થઇ ગયા
બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરતા ફિલ સોલ્ટે પોતાના મગજનો યોગ્ય ઉપયોગ કર્યો અને શાનદાર કેચ લઈને RCBની વાપસી કરાવી

IPL 2025ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને છે. RCB એ પહેલા બેટિંગ કરી અને 190 રન બનાવ્યા. પંજાબને ટાઇટલ જીતવા માટે 191 રન બનાવવા પડશે. જોશ હેઝલવુડે પંજાબને પહેલો ઝટકો આપ્યો. પરંતુ જો ફિલ સોલ્ટે બાઉન્ડ્રી લાઇન પર શાનદાર કેચ ન પકડ્યો હોત તો આ શક્ય ન હોત. તેણે શાનદાર કેચ પક્ડયો હતો.
પાંચમી ઓવરના છેલ્લા બોલ પર, પ્રિયાંશ આર્યએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. તે પંજાબ માટે સિક્સર મારવા માંગતો હતો. પરંતુ બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરતા ફિલ સોલ્ટે પોતાના મગજનો યોગ્ય ઉપયોગ કર્યો અને શાનદાર કેચ લઈને RCBની વાપસી કરાવી દીધી. ફિલ સોલ્ટ પહેલા કેચ પકડે છે. પરંતુ બાદમાં તેણે બોલને હવામાં ઉછાળીને બાઉન્ડ્રી લાઇનની પાછળ ગયો. આ પછી, તેણે બોલને હવામાં ઉછાળીને કેચ પૂર્ણ કર્યો, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પહેલા બેટિંગ કરતા, RCB એ આ મેચમાં 20 ઓવરમાં 190 રન બનાવ્યા છે. ફિલ સોલ્ટ ટીમ તરફથી 9 બોલમાં 16 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી, વિરાટ કોહલીએ 35 બોલમાં 43 રનની ધીમી ઇનિંગ રમી. તે આ મેચમાં પોતાની છાપ છોડી શક્યો નહીં. તેની ઇનિંગ દરમિયાન, વિરાટ કોહલીએ ઘણા મોટા શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ ખરાબ સમયને કારણે, તે મોટા શોટ રમવામાં નિષ્ફળ ગયો. આ પછી જીતેશ શર્માએ 10 બોલમાં 24 રન બનાવીને RCB માટે વાપસી કરી હતી.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
