તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ફિઝિકલ ટિકિટ સાચવી રાખજો :જો વરસાદથી મેચ રદ્દ થાય તો રિઝર્વ ડે પર જોઈ શકાશે મેચ
ફાઈનલ મેચ વખતેની ટિકિટ પર જ રિઝર્વ ડેના દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ મળી શકે છે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મહામુકાબલો છે, જો કે આ મેચ ઉપર વરસાદી વિધ્ન પણ છવાયું છે. અમદાવાદમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં દર્શકોને આજે વરસાદ નિરાશ કરી શકે છે.
લોકોમાં ક્રિકેટને લઈને કેટલો ક્રેઝ છે તે અમદાવાદમાં ફાઈનલ જોવા આવેલા દર્શકોની મદદથી આંકી શકાય છે. જો કે આજે વરસાદી માહોલ પણ છે આવી સ્થિતિમાં મેચ જો આજે રદ્દ થાય છે તો 4 જૂને રિઝર્વ ડેના દિવસે પણ રમાઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં જે દર્શકોએ 3 જૂનની ટિકિટ લીધી હશે તો તેમણે શું 4 જૂનની ટિકિટ ફરીથી લેવી પડશે, ચાલો જાણીએ…
હાલ તો રિઝર્વ ડેની મેચ ટિકિટોને લઈને બીસીસીઆઈ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો અગાઉની રિઝર્વ ડેની મેચોની વાત કરીએ તો આ સ્થિતિ અગાઉ આઈપીએલ 2023 માં બની હતી જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત વચ્ચે રિઝર્વ ડે પર મેચ રમાવામાં આવી હતી. આ વખતે બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ફાઈનલ મેચ વખતેની ટિકિટ પર જ રિઝર્વ ડેના દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ મળી શકે છે. પરંતુ તે ઓનલાઈન નહિ ચાલે. ફિઝિકલ જ ટિકિટ હોવી જોઈએ.
જો આજે પણ મેચ રદ્દ થાય તો બની શકે છે કે આ જ ટિકિટ પર ચાહકો કાલે પણ મેચ જોઈ શકે છે તો આજની ટિકિટ તમારે સાચવીને રાખવી જરુરી છે. 4 જૂને ટિકિટ લેવાની જરુર પડશે નહિ. ફરીથી આ જ ટિકિટથી દર્શકોને પ્રવેશ મળી શકે છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
