News of Monday, 2nd June 2025
સૂર્યાની ઐતિહાસીક સિધ્ધિઃ IPLની એક જ સિઝનમાં ૭૦૦ રન ફટકાર્યા

નવી દિલ્હીઃ બીજી ક્વોલિફાયર મેચમાં સૂર્યકુમાર યાદવે ઇતિહાસ રચ્યો છે. આ મહત્વપૂર્ણ મેચમાં સૂર્યાનું બેટ એક વાર જોરદાર બોલ્યું અને તેણે માત્ર ૨૬ બોલમાં ૪૪ રનની જ્વલંત ઇનિંગ રમી. સૂર્યકુમારે મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં તે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે સચિન તેંડુલકર, રોહિત શર્મા જેવા બેટ્સમેન તેમના આઈપીએલ કારકિર્દીમાં કયારેય પ્રાપ્ત કરી શકયા નથી. સૂર્યા ૧૬૯ની સ્ટ્રાઇક રેટથી રમ્યો અને ૪ ચોગ્ગા અને ત્રણ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
તે ઇન્ડિયન પ્રીમિયર લીગની એક સીઝનમાં ૭૦૦ રન પૂર્ણ કરનાર મુંબઈનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. સૂર્યાએ ૪૪ રનની ઇનિંગ રમીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી.
સૂર્યકુમાર આઈપીએલમાં આ સિદ્ધિ મેળવનાર ૧૨મો બેટ્સમેન છે. જોકે, સૂર્યકુમારનો આ સ્થાન સુધી પહોંચવામાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવે છે.
તેણે ૧૬૭ની સ્ટ્રાઇક રેટથી રમીને ૭૦૦ રન પૂર્ણ કર્યા છે
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
