તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
પંજાબ સામે પરાજયથી કેપ્ટન હાર્દિક પંડ્યા દુઃખી :મેદાન પર જ માથું ઝુકાવીને ઘૂંટણીએ બેસી ગયો
હાર્દિક પંડ્યાના દર્દને જોઈને ચાહકો પણ ભાવુક થયા : ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સામેની હાર મુંબઈ ઇન્ડિયન્સ માટે કઠિન હાર હતી

IPL 2025 ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખૂબ જ નિરાશ દેખાતો હતો. મેચ પૂરી થયા પછી, તે મેદાન પર ઘૂંટણિયે પડીને માથું નમાવતો જોવા મળ્યો, જે સ્પષ્ટપણે તેનું દર્દ દર્શાવે છે. તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે જોવા મળી રહી હતી અને તે પોતાની લાગણીઓ ભાવનાઓ છૂપાવી શક્યો ન હતો.
1 જૂનની રાત મુંબઈ ઈન્ડિયન્સ માટે કાળી રાત હતી. IPL 2025 ક્વોલિફાયર-2 મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. મેચમાં જ્યાં મુંબઈએ પંજાબને 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ત્યાં પંજાબ કિંગ્સના શ્રેયસ ઐયરની અણનમ 87 રનની ઇનિંગના આધારે 5 વિકેટ બાકી રાખીને એક ઓવર વહેલા લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
આ મેચમાં જીત સાથે, પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી IPLની ફાઇનલમાં પહોંચ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સનું IPL 2025 જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. મુંબઈ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ભાંગી પડ્યો હતો. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મેદાન પર બેઠેલો છે અને પોતાનું દર્દ છુપાવી શકતો નથી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યાના દર્દને જોઈને ચાહકો પણ ભાવુક થઈ રહ્યા છે. ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સામેની હાર મુંબઈ ઇન્ડિયન્સ માટે કઠિન હાર હતી. ખાસ કરીને જ્યારે તેઓ ફાઇનલની ખૂબ નજીક હતા અને હાર્દિક કેપ્ટનશીપ અને સમગ્ર સિઝન દરમિયાન તેણે જે દબાણનો સામનો કર્યો હતો તેનાથી ખૂબ પ્રભાવિત હતો.
પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને IPL 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે પંજાબ કિંગ્સનો મુકાબલો ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે. આ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં એક નવો IPL ચેમ્પિયન મળશે તે નિશ્ચિત છે, કારણ કે પંજાબ કે RCB હજુ સુધી IPLનો ખિતાબ જીતી શક્યા નથી
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
