તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
વિન્ડીઝની આખી ટીમને દંડ
સ્લો ઓવરરેટ બદલ આઈસીસીની કાર્યવાહી

નવી દિલ્હીઃ આઈસીસીએ સ્લો ઓવર રેટ બદલ વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. ઈંગ્લેન્ડ સામેની ત્રણ સિરીઝની પ્રથમ વન-ડેમાં વિન્ડિઝે નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી, જેના કારણે આઈસીસીએ આ કાર્યવાહી કરી છે. આઈસીસીના નિયમો મુજબ વન-ડે મેચમાં રમી રહેલી ટીમે નિર્ધારીત સમયમર્યાદની અંદર ઓવર પુરી કરવાની હોય છે, જો ટીમ આમ ન કરે તો ટીમ વિરુદ્ધ સ્લો ઓવર રેટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આમ વિન્ડિઝની ટીમ મેચમાં આઈસીસીના નિયમનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે ટીમના તમામ ખેલાડીઓને દંડ ફટકારાયો છે.
વિન્ડિઝ સામેની સિરીઝની -થમ વન-ડે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે -થમ બેટિંગ કરી ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૪૦૦ રન વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જ્યારે વિન્ડિઝની ટીમ ૨૬.૨ ઓવરમાં ઓલઆઉટ થઈ જતા ઈંગ્લેન્ડનો ૨૩૮ રને વિજય થયો હતો.(૪૦.૧૨)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
