તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
અમદાવાદમાં સૂર્યકુમારે ઇતિહાસ રચ્યો: IPLમાં આ સિદ્ધિ મેળવનાર 12મો બેટ્સમેન
સુર્યકુમારે માત્ર 26 બોલમાં 44 રનની જ્વલંત ઇનિંગ રમી : સચિન તેંડુલકર, રોહિત શર્મા જેવા બેટ્સમેન ના કરી શક્યા એ સુર્યકુમારે કરી દેખાડ્યું

IPL 2025ની પંજાબ કિંગ્સ સામે રમાઈ રહેલી બીજી ક્વોલિફાયર મેચમાં સૂર્યકુમાર યાદવે ઇતિહાસ રચ્યો છે. આ મહત્વપૂર્ણ મેચમાં સૂર્યાનું બેટ એક વાર જોરદાર બોલ્યું અને તેણે માત્ર 26 બોલમાં 44 રનની જ્વલંત ઇનિંગ રમી. આ તોફાન દરમિયાન, સૂર્યકુમારે મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં તે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે સચિન તેંડુલકર, રોહિત શર્મા જેવા બેટ્સમેન તેમના IPL કારકિર્દીમાં ક્યારેય પ્રાપ્ત કરી શક્યા નથી. સૂર્યા 169ની સ્ટ્રાઇક રેટથી રમ્યો અને 4 ચોગ્ગા અને ત્રણ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સૂર્યકુમાર યાદવે ઇતિહાસ રચ્યો છે. સૂર્યા ઇન્ડિયન પ્રીમિયર લીગની એક સીઝનમાં 700 રન પૂર્ણ કરનાર મુંબઈનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. સૂર્યાએ 44 રનની ઇનિંગ રમીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. સૂર્યકુમાર IPLમાં આ સિદ્ધિ મેળવનાર 12મો બેટ્સમેન છે. જોકે, સૂર્યકુમારનો આ સ્થાન સુધી પહોંચવામાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવે છે. તેણે 167ની સ્ટ્રાઇક રેટથી રમીને 700 રન પૂર્ણ કર્યા છે.
સૂર્યકુમારે એબી ડી વિલિયર્સનો 9 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. સૂર્યા આઈપીએલની એક સિઝનમાં 700 રન બનાવનાર પ્રથમ નોન-ઓપનર બેટ્સમેન છે. 2016માં ડી વિલિયર્સે એક સિઝનમાં 687 રન બનાવ્યા હતા. જોકે, સૂર્યકુમાર હવે એબીને પાછળ છોડી ચૂક્યો છે. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમારે તિલક વર્મા સાથે મળીને બેટથી ખૂબ ધમાલ મચાવી હતી. તેણે સૂર્યા સાથે ત્રીજી વિકેટ માટે 72 રન ઉમેર્યા હતા. તિલક પણ 29 બોલમાં 44 રન બનાવ્યા હતા. તે જ સમયે બેયરસ્ટોએ 24 બોલમાં 38 રન બનાવ્યા હતા.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
