<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

પંજાબ કિંગ્સની ટીમનું અવનવી વાનગીઓ પીરસીને અમદાવાદમાં પરંપરાગત રીતે સ્વાગત કરાયું

સાડા સ્‍કવોડને તિલક કરી સ્‍કાર્ફ પહેરાવી આવકારઃ ખેલાડીઓને નાળીયરના લાડુ, આટાલાડુ, મોહનથાળ, પનીટ બટર બ્રાઇનીઝ સહિતનું ભોજન પીરસાયું

અમદાવાદઃ  પંજાબ કિંગ્સની ટીમ શુક્રવારે રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી, અમદાવાદમાં આવેલી લક્ઝરી કલેક્શન હોટેલમાં સાડ્ડા સ્કવૉડનું તિલક અને સ્કાર્ફથી પરંપરાગત રીતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને તેમના રૂમમાં ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં નાળિયેરના લાડુ, આટા લાડુ, મોહનથાળ, પીનટ બટર બ્રાઉનીઝ અને બનાના ડ્રાય કૅક જેવી અવનવી વાનગીઓનો સમાવેશ થાય છે.

સ્વાદિષ્ટ વ્યંજનોને ક્રિકેટની થીમ પર આધારિત શણગારની સાથે પીરસવામાં આવી હતી, જેનો આકાર પેડ, વિકેટ અને બેટ જેવો બનાવવામાં આવ્યો હતો અને ટીમના એમ્બેલમ વડે તેને સજાવવામાં આવી હતી. ખેલાડીઓ રવિવારના રોમાંચક મુકાબલા માટે તૈયાર થઈ રહ્યાં હોવાથી હોટલે અમદાવાદમાં ટીમના આરામ, સગવડ અને પ્રસન્નતા માટેની પૂરેપૂરી તૈયારી કરી રાખી હતી!

(1:58 PM IST)