<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ભારતીય ટેસ્ટ ટીમમાં ના મળ્યું સ્થાન :સરફરાઝખાને તોફાની ફિફટી ફટકારી પસંદગીકારોને જવાબ આપ્યો

સરફરાઝ 119 બોલમાં 92 રન બનાવીને આઉટ થયો. તે પોતાની સદી ચૂકી ગયો

મુંબઈ : ઈન્ડિયા-એ તરફથી રમતી વખતે સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ લાયન્સ સામે શાનદાર ઇનિંગ રમી. સરફરાઝ 119 બોલમાં 92 રન બનાવીને આઉટ થયો. તે પોતાની સદી ચૂકી ગયો. જોકે, આ ઇનિંગના આધારે ઈન્ડિયા-એએ વાપસી કરી અને મોટા સ્કોર તરફ આગળ વધી હતી.

 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ શ્રેણી પહેલા કરુણ નાયરનું બેટ ગર્જ્યું છે, જ્યારે ટેસ્ટ ટીમમાં સ્થાન ન મેળવનાર સરફરાઝ ખાને તોફાની અડધી સદી ફટકારી છે. ઈંગ્લેન્ડ લાયન્સ સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં, સરફરાઝ ખાને બતાવ્યું કે ભારતીય પસંદગીકારોએ તેને ટીમમાં પસંદ ન કરીને કેટલી મોટી ભૂલ કરી છે.

ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા-એની પ્રથમ ઇનિંગમાં, સરફરાઝ ખાને 119 બોલમાં 92 રનની ઇનિંગ રમી. તે જ સમયે કરુણ નાયરે 155 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. આ સમયગાળા દરમિયાન કરુણ નાયરે 14 ચોગ્ગા ફટકાર્યા. કરુણે સરફરાઝ ખાન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 181 રન જોડ્યા. સરફરાઝ ખાને ફરી એકવાર આ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનો કમાલ બતાવ્યો.

સરફરાઝ ખાને ધીરજ અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું. ધીરજ સાથે રમતા સરફરાઝ ખાને 119 બોલનો સામનો કર્યો. આ દરમિયાન તેણે 13 ચોગ્ગાની મદદથી 92 રનની આક્રમક ઇનિંગ રમી. જોશ હોલે સરફરાઝ ખાનની વિકેટ લીધી. ઉલ્લેખનીય છે કે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની પસંદગી કરવામાં આવી નથી. હવે સરફરાઝે પોતાની ઇનિંગથી પસંદગીકારોને વિચારવા મજબૂર કરી દીધા છે.

(12:54 AM IST)