News of Wednesday, 28th May 2025
લખનઉમાં IPL સેન્ચુરી કરનારો પહેલો પ્લેયર બન્યો રિષભ પંત

નવી દિલ્હીઃ વર્તમાન સીઝનમાં કેપ્ટન તરીકે પહેલી સેન્ચુરી ફટકારવાની સિદ્ધિ મેળવનાર રિષભ પંત લખનઉના એકાના સ્ટેડિયમનો પહેલો IPL શતકવીર બન્યો હતો. ૨૦૧૮માં દિલ્હી તરફથી હૈદરાબાદ સામે અણનમ ૧૨૮ રન ફટકારનાર રિષભ પંતે છેક સાત વર્ષ બાદ બીજી IPL સેન્ચુરી નોંધાવી છે. તે ૫૪ બોલમાં લખનઉ માટે ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ક્રિકેટર પણ બન્યો હતો. કેપ્ટન તરીકે લખનઉ માટે હાઈએસ્ટ ૧૦૩ રનનો સ્કોર કરવાનો કે. એલ. રાહુલનો રેકોર્ડ પણ હવે તેના નામે થયો છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
