તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
ગુજરાતના અનુભવી બેટ્સમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી: 8000થી વધુ બનાવ્યા છે રન
નિવેદનમાં પોતાના પિતાને યાદ કર્યા છે અને ભાવુક થઈને આ જાહેરાત કરી છે: લખ્યું કે મારા પિતા મારી શક્તિ હતા. તેમણે મને આપેલી ઉર્જાથી હું પ્રભાવિત થયો

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે રમાઈ રહી છે. જ્યારે આ બંને ટીમો મેચની તૈયારી કરી રહી હતી, ત્યારે એક ખેલાડીએ પોતાની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય કર્યો. ગુજરાતના અનુભવી બેટ્સમેન પ્રિયંક પંચાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
પ્રિયાંકે એક નિવેદન જારી કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તે તાત્કાલિક અસરથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. પંચાલ ઘણી વખત ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવાની નજીક પહોંચ્યો પણ અનકેપ્ડ રહ્યો. તેને ક્યારેય IPLમાં રમવાની તક મળી નથી.
પંચાલે પોતાના નિવેદનમાં પોતાના પિતાને યાદ કર્યા છે અને ભાવુક થઈને આ જાહેરાત કરી છે. તેણે લખ્યું, મોટા થતાં દરેક વ્યક્તિ પોતાના પિતા તરફ જુએ છે. તેમને આદર્શ માને છે અને પ્રેરણા મેળવે છે. તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. હું પણ તેનાથી અલગ નહોતો. મારા પિતા મારી શક્તિ હતા. તેમણે મને આપેલી ઉર્જાથી હું પ્રભાવિત થયો. તેમણે મને મારા સપના સાકાર કરવા માટે જે રીતે પ્રેરણા આપી, તેનાથી નાના શહેરના એક છોકરાને ભારતીય કેપ પહેરવાનું સ્વપ્ન દેખાડ્યું.
તેણે લખ્યું, તેઓ ઘણા સમય પહેલા આપણને છોડીને ચાલ્યા ગયા, પણ મેં આ સ્વપ્ન બે દાયકા સુધી મારી સાથે રાખ્યું. એક પછી એક સીઝન, આજ સુધી. હું પ્રિયંક પંચાલ, તાત્કાલિક અસરથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે.
પંચાલે 127 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 45.18ની સરેરાશથી 8856 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેના બેટે 20 સદી અને 34 અડધી સદી ફટકારી. પંચાલે ઘણી વખત ઇન્ડિયા-એનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે ટીમ ઈન્ડિયામાં પણ થોડી વાર દેખાયો, પરંતુ તે ડેબ્યૂ કરી શક્યો નહીં. આ ઓપનિંગ બેટ્સમેનને હંમેશા વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ તેને ક્યારેય તક મળી નહીં. પંચાલ પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ રણજી ટ્રોફી જીતનારી ગુજરાત ટીમનો ભાગ હતા અને તેણે જોરદાર રન બનાવ્યા હતા.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
