<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

સૂર્યાનો રેઇન સ્પેશ્યલ ઇન્ટરવ્યું

નવી દિલ્હીઃ વાનખેડે સ્ટેડિયમમાં  દિલ્હી કેપિટલ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સની  એકતરફી જીત બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી. પોસ્ટ-મેચ અવોર્ડ સેરેમની દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સની સ્ટાર બૅટર સૂર્યકુમાર યાદવ છત્રી લઈને પહોંચ્યો હતો. અવોર્ડ લીધા બાદ ઇન્ટરવ્યુ દરમ્યાન કોમેન્ટેટર હર્ષા ભોગલે વરસાદથી બચવા માઈક સાથે છત્રી લઈને ઊભો રહ્યો હતો. આવો રેઇન સ્પેશ્યલ ઇન્ટરવ્યુ ક્રિકેટજગતમાં ભાગ્યે જ જોવા મળે છે.

(2:42 PM IST)