<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

પંજાબ ચેમ્પિયન બનશેઃ સિધ્ધુની ભવિષ્યવાણી

આ ટીમના ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બતાવી દીધું છે કે કંઈપણ અસંભવ નથી

નવી દિલ્હીઃ નવજોત સિદ્ધુએ એ ટીમનું નામ આપ્યું છે, જે આ વખતે આઈપીએલનો ખિતાબ જીતી શકે છે. પોતાના યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું કે, ૅહવે ત્રણ ટીમોએ કવોલિફાય કરી લીધું છે. પંજાબે રાજસ્થાનને હરાવીને આઈપીએલના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. પંજાબે જે અંદાજમાં પ્રદર્શન કર્યું છે, તેને જોઈને મને લાગે છે કે, પંજાબ હવે ખિતાબના જીતની દાવેદાર છે. નવજોતસિંહ સિદ્ધુએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું, પંજાબની ટીમ પ્રબળ દાવેદાર છે. અલગ-અલગ મેચમાં અલગ અલગ ખેલાડી સામે આવીને પરફોર્મ કરી રહ્યાં છે. પંજાબની ટીમે પ્લેઓફમાં કવોલિફાય કરીને એક એવી ગર્જના કરી છે કે હવે આ ટીમ ખિતાબ જીતવાની દાવેદાર બની ગઈ છે. પંજાબ કિંગ્સના ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બતાવી દીધું છે કે, કંઈ પણ અસંભવ નથી.

(2:41 PM IST)