News of Friday, 23rd May 2025
અરશદ ખાન બોલીંગ કરતી વખતે બે વખત લપસી ગયોઃ ગુજરાતને આંચકો
કેન્સર સામે જાગૃતિ ફેલાવવા ગુજરાત ટાઇટન્સની ટીમ ગુલાબી જર્સી પહેરી મેદાનમાં ઉતરી

નવી દિલ્હીઃ ગુજરાત ટાઇટન્સ ટીમ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચેના મેચમા઼ ગુજરાતનો એક બોલર બે વાર પડી ગયો અને ખરાબ રીતે ઘાયલ થઈને બહાર ગયો. એક ઓવર નાખ્યા પછી બોલર ૧૬ મી ઓવર સુધી પાછો ફર્યો નહીં જે ગુજરાત માટે આંચકો સાબિત થયો. આ બોલરનું નામ અરશદ ખાન છે.
ગઇકાલના મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ગુજરાતની ટીમ આછા ગુલાબી રંગની જર્સી પહેરીને આવી હતી. ગુજરાતની ટીમ કેન્સર જેવા રોગો સામે જાગૃતિ ફેલાવવા માટે આ જર્સી પહેરીને મેદાનમાં આવી હતી.
મેચની પહેલી ઓવર મોહમ્મદ સિરાજે નાખી. આ પછી અરશદ ખાન બીજી ઓવર નાખવા આવ્યો. જયારે અરશદ પહેલો બોલ નાખવા આવ્યો ત્યારે રન-અપ લીધા પછી બોલિંગ કરતી વખતે પડી ગયો. તેનો ડાબો પગ લપસી ગયો અને તે પીડાથી કણસવા લાગ્યો. કોઈક રીતે તે ઊભો થયો અને પોતાની ઓવર પૂરી કરવા લાગ્યો. ફરી એકવાર ઓવરના પાંચમા બોલ પર તેનો પગ લપસી ગયો અને તે પડી ગયો. કોઈક રીતે તેણે બે વધુ બોલ ફેંકયા. આ પછી તે બહાર ગયો. બહાર, બાઉન્ડ્રી લાઇનની નજીક, ફિઝિયો તેની ઈજા પર કામ કરતા જોવા મળ્યા.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
