News of Wednesday, 21st May 2025
ટીમ ઈન્ડિયાના ગબ્બર એ ૬૯ કરોડમાં ખરીદ્યો એપાર્ટમેન્ટ
મહેલ જેવો એપાર્ટમેન્ટ ખરીદ્યોઃટીમ ઈન્ડિયાના ગબ્બરના આ એપાર્ટમેન્ટની કિંમત ૬૫.૬૧ કરોડ છે અને સ્ટેમ્પ ડ્યુટી ૩.૨૮ કરોડ છે

નવી દિલ્હી, તા.૨૧
પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને ગુરુગ્રામમાં ડીએલએફના સુપર લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટમાં ૬૯ કરોડ રૃપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
એક અહેવાલ પ્રમાણે ગત વર્ષે ઓગસ્ટમાં DLFએ હરિયાણાના ગુરુગ્રામમાં DLF ફેઝ ૫માં ૧૭ એકરનો હાઉસિંગ પ્રોજેક્ટ ધ દહલિયાસ શરૃ કર્યો હતો. જેમાં ૪૨૦ એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસ સામેલ છે. શિખર ધવનનો એપાર્ટમેન્ટ આનો જ હિસ્સો છે. ધવને ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર DLFના નવીનતમ સુપર-લક્ઝરી પ્રોજેક્ટ ધ ડાહલિયાસમાં ૬,૦૪૦ ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
ટીમ ઈન્ડિયાના ગબ્બરના આ એપાર્ટમેન્ટની કિંમત ૬૫.૬૧ કરોડ છે અને સ્ટેમ્પ ડ્યુટી ૩.૨૮ કરોડ છે. આમ કુલ કિંમત લગભગ ૬૯ કરોડ છે. 'ધ ડાહલિયા' ને ભારતનો સૌથી પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ગોલ્ફ કોર્સ રોડ, DLF ફેઝ-૫માં સ્થિત છે.
તમને જણાવી દઈએ કે, ધવને ઓગસ્ટ ૨૦૨૪માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બીજી તરફ ધવનની પર્સનલ લાઈઈફ વિશે વાત કરીએ તો તે આયર્લેન્ડની સોફી શાઈન સાથે રિલેશનશિપમાં છે. તે ઘણી વખત સોફી શાઈન સાથે જોવા મળ્યો છે.
સોફીએ બંને વચ્ચેના સંબંધ પર મહોર પણ લગાવી દીધી છે. સોફીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર શિખર ધવન સાથેનો પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું હતું, માય લવ.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
