<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ચીફ સિલેક્ટર અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર ૨૪ મીએ ટીમ ઈન્ડિયા તથા નવા ટેસ્ટ કેપ્ટનની નિમણૂંક કરે તેવી શક્યતા

નવા ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ સૌથી આગળ : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેૃતત્વ કરનાર જસપ્રીત બુમરાહનું નામ પણ લિસ્ટમાં

નવી દિલ્હી તા.૨૧

 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાતને લઈને મોટું અપડેટ આપવામાં આવ્યું છે. માહિતી મળી રહી છે કે, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર 24 મેના રોજ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટનની પણ નિમણૂંક કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેૃતત્વ કરનાર જસપ્રીત બુમરાહનું નામ પણ લિસ્ટમાં છે, પરંતુ તેની ઈજા થવાની સંભાવના તેને આ લિસ્ટમાં પાછળ રાખી રહી છે. બીસીસીઆઈ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 18 સભ્યોની સંભવિત ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, શ્રેયસ અય્યર, કરુણ નાયર.

ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ

    પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન, હેડિંગ્લી, લીડ્સ

    બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, એજબેસ્ટન, બર્મિંગહામ

    ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, લોર્ડ્સ, લંડન

    ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

    પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, ધ ઓવલ, લંડન

(4:15 PM IST)