<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

વાહ... વૈભવ સૂર્યવંશીઃ ધોનીના ચરણ સ્‍પર્શ કર્યા

નવી દિલ્‍હી, તા.૨૧: આઈપીએલમાં રાજસ્‍થાન રોયલ્‍સની સફરનો અંત આવ્‍યો છે. ટીમે તેની છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્‍સને કારમી હાર આપી છે. આ મેચમાં પણ ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ વિસ્‍ફોટક ઇનિંગ રમી. વૈભવે તેની પહેલી જ આઈપીએલમાં સિઝનમાં છાપ છોડી દીધી. વૈભવને મેદાન પર તેની બેટિંગ તેમજ વડીલો પ્રત્‍યેના તેના વર્તન અને આદર માટે બધા તરફથી પ્રશંસા મળી. મેચ પછી, વૈભવ સૂર્યવંશીનો ચેન્નાઈ સુપર કિંગ્‍સના કેપ્‍ટન મહેન્‍દ્ર સિંહ ધોનીના પગ સ્‍પર્શ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સૌથી નાના ખેલાડી, વૈભવ સૂર્યવંશી, ટુર્નામેન્‍ટના સૌથી વળદ્ધ ખેલાડી અને કેપ્‍ટન કૂલ મહેન્‍દ્ર સિંહ ધોનીની સામે આવ્‍યા કે તરત જ તે પોતાને રોકી શકયો નહીં અને તેને મળતાની સાથે જ તેનું સ્‍વાગત કરવા માટે નમન કર્યું. ધોની આ જોઈને આશ્‍ચર્યચકિત થઈ ગયો અને પછી તેણે ખુશીથી વૈભવ તરફ જોયું અને તેને ઉપાડ્‍યો. આ ક્ષણ ખૂબ જ ખાસ હતી અને તેનો વીડિયો બધે વાયરલ થઈ રહ્યો છે.

(3:33 PM IST)