<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સિઝનનો બીજો ભાગ પડકારજનક રહયો, પણ હિંમત મેળવવા ઘણું બધુ છેઃસંજીવ ગોયેન્‍કા

પ્‍લેઓફમાંથી બહાર થયા બાદ લખનઉ ટીમના માલિકે પોસ્‍ટ મુકી

 

 

નવી દિલ્‍હીઃ લખનઉ સુપર જાયન્‍ટ્‍સ આઇપીએલમાંથી  બહાર થઈ ગયું છે.  ૧૨માંથી ફક્‍ત ૫ મેચ જીતી છે, જયારે ટીમને ૭ મેચમાં હારનો સામનો કરવો પડ્‍યો છે. પ્‍લેઓફની રેસમાંથી બહાર થયા પછી, સંજીવ ગોયેન્‍કાએ સોશિયલ મીડિયા પર એક પોસ્‍ટ શેર કરી અને લખ્‍યું, સિઝનનો બીજો ભાગ પડકારજનક રહ્યો છે, પરંતુ હિંમત મેળવવા માટે દ્યણું બધું છે. ભાવના, પ્રયાસ અને ઉત્‍કૃષ્ટતાની ક્ષણો આપણને આગળ જોવા માટે ઘણું બધું આપે છે. બે રમતો બાકી છે. ચાલો ગર્વથી રમીએ અને મજબૂત રીતે સમાપ્ત કરીએ. આ સાથે સંજીવ ગોયેન્‍કાએ એક તસવીર પણ શેર કરી છે જેમાં સંજીવ ગોયેન્‍કા ટીમના ખેલાડીઓ સાથે હસતા અને મજાક કરતા જોવા મળે છે. આ ઉપરાંત, ગોયેન્‍કાએ ટીમના કેપ્‍ટન ઋષભ પંતના ખભા પર હાથ રાખ્‍યો છે.(૩૬-૧૧)

(3:33 PM IST)