તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
આરસીબીને ટીમને પ્લેઓફ પહેલા સારા સમાચાર : સ્ટાર બોલર જોશ હેઝલવુડ ટીમ સાથે જોડાઈ જશે
જોશ હેઝલવુડની વાપસીથી ટીમની બોલિંગ મજબૂત થશે: સાઉથ આફ્રિકાનો ખેલાડી લુંગી એન્ગીડી 26 મે પછી તેના દેશ પરત ફરવાનો છે.

આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આરસીબીની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમને અત્યાર સુધીમાં 12 મેચમાં 8 મેચ જીત મેળવી છે, 3 મેચમાં હાર મળી છે જ્યારે એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારે આરસીબીને ટીમને પ્લેઓફ પહેલા મોટા અને સારા સમાચાર મળી રહ્યા છે.
માહિતી મળી રહી છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો સ્ટાર બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) રવિવાર સુધીમાં ટીમ સાથે જોડાઈ જશે. ત્યારે આ સમાચાર ટીમમાં ઘણા જ મોટા છે. જોશ હેઝલવુડની વાપસીથી ટીમની બોલિંગ મજબૂત થશે. કારણ કે, સાઉથ આફ્રિકાનો ખેલાડી લુંગી એન્ગીડી 26 મે પછી તેના દેશ પરત ફરવાનો છે.
આ સિઝનમાં જોશ હેઝલવુડની પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેને 10 મેચમાં 18 વિકેટ ઝડપી છે અને તે પર્પલ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે.
જણાવી દઈએ કે, હવે આરસીબીની આગામી મેચ 23 મેના રોજ લખનૌમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અને 27 મેના રોજ લખનૌમાં જ લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે.
IPL 2025 માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ
RCB: રજત પાટીદાર (c), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવૂડ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, રસિક ડાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, નુવાન તુશારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, મયંક અગ્રવાલ, સ્વસ્તિક ચિકારા, લુંગી એનગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
