તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
IPL -2025 : પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને : ઓરેન્જ કેપ પર કોનો કબ્જો? પર્પલ કેપ કયા બોલર પાસે છે ?
IPL 2025ની 62મી મેચ બાદ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે?

મુંબઈ :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 62મી મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને છે. પર્પલ કેપની રેસમાં ગુજરાતનો જ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પહેલા સ્થાને છે, જ્યારે ઓરેન્જ કેપની રેસમાં ગુજરાતનો ઓપનિંગ બેટ્સમેન સાંઈ સુદર્શન ટોચ પર છે.
આ આર્ટિકલમાં જાણો, IPL 2025ની 62મી મેચ (CSK vs RR) પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?
IPL 2025માં સૌથી વધુ રન: ઓરેન્જ કેપ રેસ CSK vs RR પછી (મેચ 62)
IPL 2025ની 62મી મેચ બાદ ઓરેન્જ કેપ પર ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શનનો કબજો છે. તેણે 12 મેચમાં અત્યાર સુધીમાં 627 રન બનાવ્યા છે. ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ 12 મેચમાં 621 રન સાથે બીજા સ્થાને છે, જ્યારે યશસ્વી જયસ્વાલ 559 રન સાથે ત્રીજા ક્રમે છે.
ક્રમખેલાડીમેચઇનિંગરનએવરેજસ્ટ્રાઈક રેટ1સાંઈ સુદર્શન121261756.091572શુભમન ગિલ121260160.1155.73યશસ્વી જયસ્વાલ141455943159.714સૂર્યકુમાર યાદવ121251063.75170.575વિરાટ કોહલી111150563.13143.476જોસ બટલર121150071.43163.937કેએલ રાહુલ111149361.63148.058પ્રભસિમરન સિંહ121245838.17171.549નિકોલસ પૂરન121245541.36197.8310મિશેલ માર્શ111144340.27157.09
IPL 2025માં સૌથી વધુ વિકેટ: પર્પલ કેપ રેસ CSK vs RR પછી (મેચ 62)
પર્પલ કેપની રેસમાં પણ પ્રથમ સ્થાન પર ગુજરાત ટાઈટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા છે. CSKના નૂર અહેમદ બીજા ક્રમે છે અને RCBના જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને છે.
ક્રમખેલાડીમેચઓવર્સબોલવિકેટએવરેજ1પ્રસિદ્ધ કૃષ્ણા12472822117.572નૂર અહમદ12432582017.253જોશ હેઝલવુડ1036.52211817.284ટ્રેન્ટ બોલ્ટ1242.12531819.895વરુણ ચક્રવર્તી12472821719.356વૈભવ અરોરા1138.32311624.447અર્શદીપ સિંહ1240.22421621.948રવિશ્રીનિવાસન સાઈ કિશોર1233.32011519.69મોહમ્મદ સિરાજ12452701527.0710હર્ષલ પટેલ11382281524.67
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
