News of Thursday, 15th May 2025
ICC એ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા માટે તિજોરી ખોલી: ટીમ ઇન્ડિયાને મળશે 12 કરોડ:જાણો પાકિસ્તાનના ખાતામાં કેટલા?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 11 જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે: ICC એ WTC વિજેતા અને રનર-અપ માટે ઇનામી રકમની જાહેરાત કરી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 11 જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. અગાઉ, ICC એ WTC વિજેતા અને રનર-અપ માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. ICC એ ફક્ત વિજેતા અને ઉપવિજેતા ટીમ માટે ઈનામી રકમની જાહેરાત કરી નથી, પરંતુ યાદીમાં બાકી રહેલી સાત ટીમો માટે પણ ઈનામી રકમની જાહેરાત કરી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 11 જૂનથી લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જેના માટે બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ICC ચેરમેન જય શાહે આજે એટલે કે 15 મેના રોજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઈનામી રકમની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે ફાઈનલ મેચની કુલ ઈનામી રકમ $5.76 મિલિયન હશે.
આ છેલ્લા બે WTC ફાઇનલ્સ (2023 અને 2021) ની ઇનામી રકમ કરતાં બમણાથી વધુ છે. WTC ફાઇનલ જીતનાર ટીમને $3.6 મિલિયન (લગભગ 30 કરોડ રૂપિયા) મળશે. રનર-અપ ટીમને 2.1 મિલિયન ડોલર (લગભગ 18 કરોડ રૂપિયા) મળશે. ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહી છે. આવી સ્થિતિમાં ટીમને ૧૨ કરોડ ૩૩ લાખ રૂપિયા મળશે. 9મા સ્થાને રહેનારી પાકિસ્તાન ટીમને તેના ખાતામાં 4 કરોડ 11 લાખ રૂપિયા મળશે.
જય શાહે X પર લખ્યું, “ખૂબ જ આનંદ થાય છે કે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની #WTC25 ફાઇનલના વિજેતાને $3.6 મિલિયન મળશે, જ્યારે રનર-અપને $2.1 મિલિયન મળશે. ઇનામી રકમમાં વધારો ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપવા અને અગાઉના WTC ચક્રમાંથી મેળવેલી ગતિ જાળવી રાખવાના અમારા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.”
ICCના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખુશીની લહેર છે. દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની રેસમાં ટોચ પર રહ્યું અને ફાઇનલમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ બની. તેઓએ પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે શ્રેણી જીતી. આ સાથે, ભારત સામેની ઘરઆંગણેની શ્રેણી ડ્રો થઈ ગઈ. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતને 3-1થી હરાવ્યું અને WBT ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
