તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
ધોનીની પ્લેનમાં મુસાફરીઃ ટીશર્ટમાં લખેલું છે ‘‘ડયુટી, ઓનર અને કન્ટ્રી''

નવી દિલ્હીઃ એમએસ ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એક પ્લેનમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં ધોનીએ ખાસ સંદેશ લખેલી ટી-શર્ટ પહેરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર ધોનીના એક ચાહકે ધોનીનો પ્લેનની અંદરનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સીએસકે કેપ્ટન એમએસ ધોની જોવા મળી રહ્યો છે. વીડિયોમાં લખ્યું છે કે થાલા રાંચીમાં તેના ઘરે જઈ રહ્યો છે. તે જ સમયે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ધોનીએ બ્લેક ટી-શર્ટ પહેરી છે. આ ટી-શર્ટ પર સફેદ રંગમાં ડ્યુટી, ઓનર અને કંન્ટ્રી લખેલું છે. ધોની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ છે. આ એક માનદ પદ છે. જોકે, ધોનીએ લશ્કરી તાલીમ લીધી છે. ધોનીએ ટી-શર્ટ દ્વારા દેશની સેવા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
