<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

IPL 2025: KKR બોલર વરુણ ચક્રવર્તીને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દંડની ફિટકાર

નવી દિલ્હી: બુધવારે ઇડન ગાર્ડન્સ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન આઈપીએલ આચારસંહિતાનો ભંગ કરવા બદલ કોલકાતા નાઈટ રાઇડર્સના સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને "એક ડિમેરિટ પોઈન્ટ" પણ આપવામાં આવ્યો છે.વરુણને IPL આચારસંહિતાના કલમ 2.5 ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે મેચ દરમિયાન અન્ય ખેલાડી પ્રત્યે અપમાનજનક ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવનો ઉપયોગ કરવા અથવા તેના પ્રત્યે આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરવા સાથે સંબંધિત છેIPL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "વરુણ ચક્રવર્તીએ કલમ 2.5 હેઠળ લેવલ 1 ના ગુનાનો સ્વીકાર કર્યો છે અને મેચ રેફરીની સજા સ્વીકારી છે. આચારસંહિતાના લેવલ 1 ના ભંગ માટે મેચ રેફરીના નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે."

(5:17 PM IST)