તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત દેવદત્ત પડિકલના સ્થાને RCB સાથે જોડાયો

નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દેવદત્ત પડિકલની ઈજાને કારણે મયંક અગ્રવાલને તેના સ્થાને કરારબદ્ધ કર્યા છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના બાકીના મેચ માટે દેવદત્ત પડિકલની ઈજાને કારણે મયંક અગ્રવાલને તેની જગ્યાએ કરારબદ્ધ કર્યા છે, એમ IPL એ બુધવારે એક રિલીઝમાં જણાવ્યું હતું.આ સિઝનમાં RCB માટે 10 મેચ રમનાર અને બે અડધી સદીની મદદથી 247 રન બનાવનાર દેવદત્ત પડિકલને જમણા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે.મયંક અગ્રવાલે અત્યાર સુધીમાં ૧૨૭ આઈપીએલ મેચ રમી છે, જેમાં તેણે ૨૬૬૧ રન બનાવ્યા છે. તેના નામે 1 IPL સદી અને 13 અડધી સદી છે. તે 1 કરોડ રૂપિયામાં RCB સાથે જોડાયો છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
