<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

IPL 2025: ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી, RCB-CSK મેચમાં બનાવી શકે છે આ રેકોર્ડ

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં વિરાટ કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 10 મેચમાં 6 અડધી સદી ફટકારી છે અને તે ઓરેન્જ કેપની રેસમાં પાંચમા સ્થાને છે. ઓરેન્જ કેપ માટેની રેસ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. જેમાં દરેક મેચમાં બેટ્સમેન ક્યારેક આગળ હોય છે તો ક્યારેક પાછળ.થોડા દિવસ પહેલા સુધી આરસીબીના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન વિરાટ કોહલી ઓરેન્જ કેપ રેસમાં ટોચ પર હતા. હવે જીટી ઓપનર સાઈ સુદર્શન અને મુંબઈ ઈન્ડિયન્સના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાની શાનદાર બેટિંગના કારણે ઓરેન્જ કેપની રેસમાં લીડ મેળવી લીધી છે. પરંતુ, વિરાટ કોહલી પાસે ફરીથીઓરેન્જ કેપ રેસમાં ટોચ પર રહેવાની તક છે.શનિવારે IPLનો 52મો મેચ RCB અને CSK વચ્ચે રમાશે. જો વિરાટ કોહલી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 60 થી વધુ રન બનાવે છે, તો તે આ સિઝનમાં 500 રન બનાવનાર બીજો ખેલાડી બનશે અને ઓરેન્જ કેપની રેસમાં પણ ટોચ પર રહેશે.

 

(6:12 PM IST)