<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્રથમ સ્થાને : ટોપ-2 માટે જબરી સ્પર્ધા : હૈદરાબાદની ટીમ રેસમાંથી બહાર: જાણો પોઇન્ટ ટેબલની સ્થિતિ : જુઓ સંપૂર્ણ યાદી

પંજાબ કિંગ્સની ટીમ ટોપ 2માં સ્થાન સુનિશ્ચિત કરવાના ઈરાદા સાથે બીજા સ્થાને પહોંચી

આઈપીએલ 2025માં 02 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં ગુજરાતની ટીમે હૈદરાબાદની ટીમને 38 રનથી માત આપી હતી.

આ હાર સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમ ટોપ 2માં સ્થાન સુનિશ્ચિત કરવાના ઈરાદા સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્રથમ સ્થાને છે. ત્યારે જાણો, આઈપીએલ 2025ની 51મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

IPL 2025 પોઇન્ટ ટેબલ લેટેસ્ટ અપડેટ : 51મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

  1. મુંબઈ ઈન્ડિયન્સે 11માંથી 7 મેચ જીતી છે અને +1.274ના શાનદાર નેટ રન રેટ સાથે તે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને છે.
  2. ગુજરાત ટાઇટન્સે પણ 10માંથી 7 મેચ જીતી છે. તેમની પાસે 14 પોઈન્ટ્સ અને +0.867નો મજબૂત નેટ રન રેટ છે, તેઓ બીજા સ્થાને છે.
  3. ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે. તેઓએ 10માંથી 7 જીત મેળવી છે અને તેમનો નેટ રન રેટ +0.521 છે.
  4. પંજાબ કિંગ્સે 10માંથી 6 જીત અને 1 મેચમાં કોઈ પરિણામ ન આવ્યું હોવાથી 13 પોઈન્ટ્સ છે. તેમનો નેટ રન રેટ +0.199 છે અને તેઓ ચોથા સ્થાને છે.
  5. દિલ્હી કેપિટલ્સ 10માંથી 6 જીત સાથે પાંચમા સ્થાને છે. તેમની પાસે 12 પોઈન્ટ્સ અને +0.362નો નેટ રન રેટ છે.
  6. લખનૌ સુપર જાયન્ટ્સે 10માંથી 5 મેચ જીતી છે. 10 પોઈન્ટ્સ અને -0.325ના નેટ રન રેટ સાથે તેઓ છઠ્ઠા સ્થાને છે.
  7. કોલકાતા નાઈટ રાઈડર્સે 10માંથી 4 જીત અને 1 મેચમાં કોઈ પરિણામ ન આવ્યું હોવાથી 9 પોઈન્ટ્સ છે. તેમનો નેટ રન રેટ +0.271 છે અને તેઓ સાતમા ક્રમે છે.
  8. આઠમા સ્થાને છે રાજસ્થાન રોયલ્સ, જેમણે 11માંથી માત્ર 3 મેચ જીતી છે અને -0.780ના નેટ રન રેટ સાથે 6 પોઈન્ટ્સ ધરાવે છે.
  9. નવમા સ્થાને છે સનરાઈઝર્સ હૈદરાબાદ છે, તેઓએ 10માંથી 3 જીત મેળવી છે અને તેમનો નેટ રન રેટ -1.192 છે.
  10. ચેન્નાઈ સુપર કિંગ્સ દસમા સ્થાને છે. 10માંથી ફક્ત 2 જીત સાથે તેમના 4 પોઈન્ટ્સ છે અને નેટ રન રેટ -1.211 છે.

(12:45 PM IST)