તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd May 2025
ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં ફરી ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ મોખરે :જાણો ટોચના 10 બેટ્સમેન અને બોલર
ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5માં ગુજરાત ટાઈટન્સના ત્રણ ખેલાડી: જાણો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?

મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 51મી મેચ પછી પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સ્થાન છે. ઓરેન્જ કેપની રેસમાં ગુજરાત ટાઇટન્સનો ઓપનર સાઈ સુદર્શન (Sai Sudharsan) ફરી એકવાર ટોચ પર આવી ગયો છે, જ્યારે પર્પલ કેપની રેસમાં પણ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
આ આર્ટિકલમાં જાણો, IPL 2025ની 51મી મેચ (GT vs SRH) પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?
IPL 2025માં સૌથી વધુ રન: ઓરેન્જ કેપ રેસ (મેચ 51)
IPL 2025ની 51મી મેચ પછી ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5માં ગુજરાત ટાઈટન્સના ત્રણ ખેલાડી છે, જેમાં પ્રથમ સ્થાને સાઈ સુદર્શન, ત્રીજા સ્થાને જોશ બટલર અને ચોથા સ્થાને શુભમન ગિલ છે. બીજા સ્થાને મુંબઈનો સૂર્યકુમાર યાદવ જ્યારે પાંચમા સ્થાને RCBનો વિરાટ કોહલી છે.
ક્રમખેલાડીમેચઇનિંગરનએવરેજસ્ટ્રાઈક રેટ1સાંઈ સુદર્શન101050450.4154.132સૂર્યકુમાર યાદવ111147567.86172.733જોસ બટલર101047078.33169.064શુભમન ગિલ101046551.67162.025વિરાટ કોહલી101044363.29138.876યશસ્વી જયસ્વાલ111143943.9154.047નિકોલસ પૂરન101040444.89203.028મિશેલ માર્શ9937842158.829કેએલ રાહુલ9937153146.0610શ્રેયસ અય્યર101036051.43180.9
IPL 2025માં સૌથી વધુ વિકેટ: પર્પલ કેપ રેસ (મેચ 51)
ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ બાદ ટોપના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસી થઈ ગઈ છે. આ લિસ્ટમાં ગુજરાત ટાઈટન્સનો જ મોહમ્મદ સિરાજ છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
ક્રમખેલાડીમેચઓવર્સબોલવિકેટએવરેજ1પ્રસિદ્ધ કૃષ્ણા10392341915.372જોશ હેઝલવુડ1036.52211817.283ટ્રેન્ટ બોલ્ટ1138.122916214નૂર અહમદ10352101519.25ખલીલ અહેમદ1035.42141422.576મોહમ્મદ સિરાજ10382281424.297મિશેલ સ્ટાર્ક10362161426.148વરુણ ચક્રવર્તી10392341321.469અર્શદીપ સિંહ1032.21941321.1510કૃણાલ પંડ્યા10321921321.23
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
