<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

બેંગલુરુ ટોચના સ્થાને : પંજાબ બીજા ક્રમે પહોંચ્યું :ચેન્નાઈ પ્લેઓફની રેસમાંથી બહાર:જાણો પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ

જાણો આઈપીએલ 2025ની 49મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

આઈપીએલ 2025માં 30 એપ્રિલના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં પંજાબની ટીમે ચેન્નાઈની ટીમને 4 વિકેટથી માત આપી હતી.

આ હાર સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમ ટોપ 2 સ્થાને મેળવવાના મજબૂત ઈરાદા સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ હાલ પણ પ્રથમ સ્થાને છે. ત્યારે જાણો, આઈપીએલ 2025ની 49મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

  1. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 10માંથી 7 મેચ જીતી છે. 14 પોઈન્ટ્સ અને +0.521ના નેટ રન રેટ સાથે તે પ્રથમ સ્થાને છે.
  2. પંજાબ કિંગ્સ 10 મેચોમાંથી 6 જીત અને 1 મેચમાં કોઈ પરિણામ ન આવ્યું હોવાથી 13 પોઈન્ટ્સ અને +0.199ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
  3. મુંબઈ ઈન્ડિયન્સ 10માંથી 6 જીત સાથે 12 પોઈન્ટ્સ અને +0.889 નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને છે.
  4. ગુજરાત ટાઇટન્સે 9માંથી 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ્સ સાથે +0.749 નેટ રન રેટ ધરાવતા ચોથું સ્થાન મેળવ્યું છે.
  5. દિલ્હી કેપિટલ્સે 10 મેચોમાંથી 6 જીત મેળવી છે. 12 પોઈન્ટ્સ અને +0.362 નેટ રન રેટ સાથે તે પાંચમા સ્થાને છે.
  6. લખનૌ સુપર જાયન્ટ્સે 10માંથી 5 મેચ જીતી છે. તે 10 પોઈન્ટ્સ અને -0.325 નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે.
  7. કોલકાતા નાઈટ રાઈડર્સે 10માંથી 4 જીત અને 1 મેચમાં કોઈ પરિણામ ન આવ્યું હોવાથી 9 પોઈન્ટ્સ અને +0.271 નેટ રન રેટ સાથે સાતમા સ્થાને છે.
  8. રાજસ્થાન રોયલ્સે 10માંથી 3 મેચ જીતી છે. તે 6 પોઈન્ટ્સ અને -0.349 નેટ રન રેટ સાથે આઠમા સ્થાને છે.
  9. સનરાઈઝર્સ હૈદરાબાદે 9માંથી 3 મેચ જીતી છે. તેઓના પણ 6 પોઈન્ટ્સ છે, પરંતુ તેમનો નેટ રન રેટ -1.103 છે, જેથી તેઓ નવમા સ્થાને છે.
  10. ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેમણે 10 મેચોમાંથી માત્ર 2 જીત મેળવી છે અને 4 પોઈન્ટ્સ છે, તેમનો નેટ રન રેટ -1.211 છે.

પોઇન્ટ ટેબલ

ક્રમટીમમેચજીતહારટાઈકોઈ પરિણામ નહીંપોઈન્ટ્સનેટ રન રેટ (NRR)1રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ107300140.5212પંજાબ કિંગ્સ106301130.1993મુંબઈ ઇન્ડિયન્સ106400120.8894ગુજરાત ટાઇટન્સ96300120.7485દિલ્હી કેપિટલ્સ106400120.3626લખનૌ સુપર જાયન્ટ્સ10550010-0.3257કોલકાતા નાઈટ રાઇડર્સ10450190.2718રાજસ્થાન રોયલ્સ1037006-0.3499સનરાઇઝર્સ હૈદરાબાદ936006-1.10310ચેન્નાઈ સુપર કિંગ્સ (E)1028004-1.211

(10:47 AM IST)