<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

નિવૃત્તિની અટકળ વચ્ચે ધોનીએ મૌન તોડ્યું : કેપ્ટ્ન ફૂલે મેદાન પર જ આપ્યો મોટો સંકેત

તેમણે એવું કંઈક કહ્યું છે જેનાથી તેમની નિવૃત્તિ અંગેની અટકળો વધી ગઈ

મુંબઈ :IPL 2025ની 49મી મેચ CSK અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ સમયે, એમએસ ધોનીએ પોતાની નિવૃત્તિ પર મૌન તોડ્યું. તેમણે એવું કંઈક કહ્યું છે જેનાથી તેમની નિવૃત્તિ અંગેની અટકળો વધી ગઈ છે.

ટોસ પછી એમએસ ધોનીએ વાત કરી, જેમાં તેણે હસતાં હસતાં કહ્યું કે કદાચ હું આગામી આઈપીએલ મેચ નહીં રમી શકું. IPL ટોસ પ્રેઝન્ટર ડેની મોરિસને ધોનીને પૂછ્યું, અહીં (સ્ટેડિયમ) ચાહકોનો ઉત્સાહ જુઓ. અથવા એનો અર્થ એ કે તમે આવતા વર્ષે પણ રમવા પાછા આવી રહ્યા છો? માહીએ હસતાં હસતાં જવાબ આપ્યો કે અત્યારે મને ખબર પણ નથી કે હું આગામી મેચ રમીશ કે નહીં.

IPL 2025ની શરૂઆતમાં ધોની CSK માટે ખેલાડી તરીકે ભાગ લઈ રહ્યો હતો. પરંતુ ઋતુરાજ ગાયકવાડની ઈજા બાદ, ધોની CSKની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. જોકે, આ સિઝનમાં CSKની હાલત ખરાબ છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં CSK ફક્ત 2 મેચ જીતી શક્યું છે, જ્યારે 7 મેચ હારી ગયું છે. CSK પણ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.

આ મેચમાં ધોનીએ 11 રનની ઇનિંગ રમી અને આઉટ થયો. ધોનીએ અત્યાર સુધી CSK માટે સરેરાશ બેટિંગ કરી છે. આ મેચમાં તેણે 4 બોલમાં 11 રન બનાવ્યા. ધોનીએ 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો. 18.2 ઓવરમાં ધોની યુઝવેન્દ્ર ચહલના બોલ પર લોંગ ઓફ તરફ આઉટ થયો. આ મેચમાં ધોની ઉપરાંત સેમ કુરનએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 88 રનની શાનદાર ઇનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.

(10:18 PM IST)