તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનુ IPL 2025 ની મેચ માટે અમદાવાદની વૈભવી હોટેલમાં આગમન: ખેલાડીઓનુ વિશેષ આતિથ્યસત્કાર : સ્વાદિષ્ટ વ્યંજનો માણ્યાં
કોપરાના લાડુ, આટાના લાડુ, મોહનથાળ, વૉલનટ બ્રાઉની, મેંગો બ્લોન્ડી અને એપલ ક્રમ્બલ સહિતની વાનગી પીરસાઈ

અમદાવાદ તા.૩૦ : સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPL 2025 ની મેચ માટે અમદાવાદ શહેરમાં આવી પહોંચી છે, ત્યારે શહેરમાં આવેલી વૈભવી હોટેલમાં ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓએ વિશેષ આતિથ્યસત્કાર અને સ્વાદિષ્ટ વ્યંજનોને માણ્યાં હતાં.
ખેલાડીઓએ સ્વાદિષ્ટ વાનગીઓ આરોગી
SRH ટીમના ખેલાડીઓને કોપરાના લાડુ, આટાના લાડુ, મોહનથાળ, વૉલનટ બ્રાઉની, મેંગો બ્લોન્ડી અને એપલ ક્રમ્બલ સહિતના ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા વ્યંજનો વડે ખેલાડીઓની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. જેના પરિણામે સ્થાનિક, પરંપરાગત ભારતીય મીઠાઈઓ અને કલાત્મક ડીઝર્ટ્સનું અદભૂત મિશ્રણ તૈયાર થયું હતું.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
