તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th April 2025
મુંબઈ ઈન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ ખાતે કરી ESA દિવસની ઉજવણી : 19,000 બાળકો લીધો ભાગ

નવી દિલ્હી: વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો 'એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ' (ESA) પહેલને સમર્પિત કરવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશનની આ મુખ્ય સામાજિક પહેલમાં 200 દિવ્યાંગ બાળકો સહિત 19,000 બાળકો આ વર્ષે પહેલી વાર લાઇવ મેચનો અનુભવ કરશે અને તેમની મનપસંદ ટીમનો ઉત્સાહ વધારશે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમને સંબોધતા, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા એમ. અંબાણીએ કહ્યું, "આ અમારા માટે ખૂબ જ ખાસ મેચ છે. આ બાળકો વર્ષોથી આ દિવસની રાહ જુએ છે. તમે તેમના માટે પ્રેરણા બની શકો છો."એક ભાવનાત્મક અનુભવ શેર કરતાં તેણીએ કહ્યું, "એક બાળકે મને કહ્યું કે તે તેના ભાઈ માટે કેક બચાવી રહી છે કારણ કે તેણે ક્યારેય કેક ખાધી નથી. આવી ક્ષણો આપણને આ બાળકોને ટેકો આપવા અને તેમના સપનાઓને ઉડાન ભરવા માટે પ્રેરણા આપે છે." 2010 માં શરૂ થયેલી ESA પહેલનો ઉદ્દેશ્ય દરેક બાળકને શિક્ષણ અને રમતગમત દ્વારા તકો પૂરી પાડવાનો છે. આ મેચ ફક્ત ક્રિકેટનો ઉજવણી નથી, પરંતુ સમાવેશ, આશા અને પ્રેરણાનો ઉત્સવ છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
