તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
મેડ્રિડ ઓપનમાં નોવાક જોકોવિચની હારનો સિલસિલો યથાવત : પ્રથમ મેચમાં જ પરાજય
ટોચનો ખેલાડી સતત બીજી શરૂઆતની મેચ હાર્યો : કારકિર્દીના 100માં ખિતાબની શોધ લંબાઈ

મેડ્રિડ: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચને મેડ્રિડ ઓપનમાં ઇટાલીના મેટ્ટેઓ અર્નાલ્ડી સામે સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જોકોવિચની હારનો સિલસિલો યથાવત રહ્યો છે. જોકોવિચને મોન્ટે કાર્લો માસ્ટર્સમાં પણ એલેજાન્ડ્રો ટેબિલો સામે હાર મળી હતી.
મેચ બાદ જોકોવિચે સ્વીકાર્યું કે તે પ્રોફેશનલ ટેનિસમાં પોતાની 20 વર્ષની કારકિર્દીમાં એક 'નવા વાસ્તવિકતા'નો સામનો કરી રહ્યો છે, જ્યાં તે ટૂર્નામેન્ટમાં આગળ વધવાને બદલે એક કે બે મેચ જીતવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
અર્નાલ્ડીએ 6-3, 6-4થી જીત મેળવી હતી. જોકોવિચે મેચમાં 32 બિનજરૂરી ભૂલો કરી હતી, જ્યારે તેના વિરોધીએ માત્ર 18 ભૂલો કરી હતી. આ જોકોવિચ અને વિશ્વમાં 44માં નંબરના અર્નાલ્ડી વચ્ચેની પ્રથમ મુલાકાત હતી.
અર્નાલ્ડીએ જોકોવિચને પોતાનો આદર્શ ગણાવ્યો હતો. જોકોવિચ ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક્સમાં 99મો ખિતાબ જીત્યા બાદ આ સિઝનમાં પોતાના પ્રથમ ખિતાબની શોધમાં છે. ત્યારથી તે ચાર ફાઇનલ હારી ચૂક્યો છે. માત્ર જિમ્મી કોનોર્સ (109) અને રોજર ફેડરર (103)એ 100 ખિતાબનો આંકડો પાર કર્યો છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
