<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ગુજરાત, દિલ્હી અને બેંગલુરુ ટોચ પર :હૈદરાબાદને ફાયદો: જબરી સ્પર્ધા :જાણો પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ

આગામી મેચોમાં પોઈન્ટ્સ ટેબલમાં વધુ ફેરફાર જોવા મળી શકે :પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનશે

મુંબઈ :આઈપીએલ 2025માં 25 એપ્રિલના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી આ બે ટીમોમાંથી હૈદરાબાદની ટીમે ચેન્નાઈની ટીમને 5 વિકેટથી માત આપીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ મેચમાં મળેલી હાર સાથે જ ચેન્નાઈની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

આ ચેન્નાઈ સામે મળેલી જીત બાદ હૈદરાબાદની ટીમના 6 પોઈન્ટ થઈ ગયા છે અને તેઓ આઠમા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા સ્થાને છે. IPL 2025ની લીગ મેચો જબરદસ્ત રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ છે અને પોઈન્ટ્સ ટેબલમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટોચના ત્રણ સ્થાનો પર યથાવત છે. આગામી મેચોમાં પોઈન્ટ્સ ટેબલમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે, જેનાથી પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનશે.

43મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

  1. ગુજરાત ટાઇટન્સ 8માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ્સ સાથે ટોચ પર છે. તેમનો નેટ રન રેટ +1.104 છે.
  2. બીજા સ્થાને દિલ્હી કેપિટલ્સ છે, જેમણે 8માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ્સ હાંસલ કર્યા છે. તેમનો નેટ રન રેટ +0.657 છે.
  3. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 9માંથી 6 જીત સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. તેમના 12 પોઈન્ટ્સ અને +0.482નો નેટ રન રેટ છે.
  4. મુંબઈ ઈન્ડિયન્સ 9માંથી 5 જીત મેળવીને 10 પોઈન્ટ્સ સાથે ચોથા ક્રમે છે. તેમનો નેટ રન રેટ +0.673 છે.
  5. પંજાબ કિંગ્સ પાંચમા ક્રમે છે. 8માંથી 5 મેચ જીતીને તેમના 10 પોઈન્ટ્સ છે અને તેમનો નેટ રન રેટ +0.177 છે.
  6. લખનૌ સુપર જાયન્ટ્સ છઠ્ઠા સ્થાને છે. તેઓએ 9માંથી 5 જીત મેળવી છે અને 10 પોઈન્ટ્સ સાથે તેમનો નેટ રન રેટ -0.054 છે.
  7. સાતમા ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ છે, જેણે 8માંથી 3 મેચ જીતી છે અને 6 પોઈન્ટ્સ છે. તેમનો નેટ રન રેટ +0.212 છે.
  8. આઠમા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ છે અને 9માંથી 3 જીત સાથે 6 પોઈન્ટ્સ અને -1.103નો નેટ રન રેટ ધરાવે છે.
  9. રાજસ્થાન રોયલ્સે 9માંથી માત્ર 2 મેચ જીતી છે. 4 પોઈન્ટ્સ અને -0.625ના નેટ રન રેટ સાથે તેઓ નવમા ક્રમે છે.
  10. ચેન્નાઈ સુપર કિંગ્સ 9માંથી 2 મેચ જીતી પોઈન્ટ્સ ટેબલના તળિયે છે. તેઓએ 4 પોઈન્ટ્સ મેળવ્યા છે અને તેમનો નેટ રન રેટ -1.302 છે.

પોઇન્ટ ટેબલ

ક્રમટીમમેચજીતહારપોઈન્ટ્સનેટ રન રેટ (NRR)1ગુજરાત ટાઈટન્સ862121.1042દિલ્હી કેપિટલ્સ862120.6573રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ963120.4824મુંબઈ ઈન્ડિયન્સ954100.6735પંજાબ કિંગ્સ853100.1776લખનૌ સુપર જાયન્ટ્સ95410-0.0547કોલકાતા નાઈટ રાઇડર્સ83560.2128સનરાઈઝર્સ હૈદરાબાદ9366-1.1039રાજસ્થાન રોયલ્સ9274-0.62510ચેન્નાઈ સુપર કિંગ્સ9274-1.302

(11:30 AM IST)