તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 17th April 2025
ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરનો કરાર સમાપ્ત

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ અભિષેક નાયરનો કરાર BCCI દ્વારા રદ કરવામાં આવ્યો છે. તેમની નિમણૂકને એક વર્ષ પણ થયું નથી. ગયા વર્ષે જુલાઈમાં નાયરને ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટીમની ૩-૦થી હાર અને પછી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ૩-૧થી હાર બાદ બીસીસીઆઈએ સમીક્ષા બેઠક યોજી હતી, જેના પછી નાયરનું વિદાય થયું છે.આ બેઠકમાં BCCI સચિવ દેવજીત સૈકિયા ઉપરાંત મુખ્ય કોચ ગૌતમ ગંભીર, ટેસ્ટ અને ODI કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર હાજર હતા.મુંબઈના ઓલરાઉન્ડર નાયરે ભારત માટે ત્રણ વનડે રમી છે. તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માં ગંભીરના સહાયક કોચ પણ રહી ચૂક્યા છે, જ્યાં ટીમે 2024 માં ખિતાબ જીત્યો હતો. નાયરે ક્યારેય સ્થાનિક ક્રિકેટમાં કોચિંગ આપ્યું નથી પરંતુ રોહિત, દિનેશ કાર્તિક, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર અને અંગક્રિશ રઘુવંશી જેવા ઘણા આંતરરાષ્ટ્રીય અને યુવા ખેલાડીઓ સાથે કામ કર્યું છે.તાજેતરમાં, કેએલ રાહુલે નાયરને તેની સફેદ બોલની સફળતાનો શ્રેય આપ્યો હતો અને કહ્યું હતું કે ભારતીય ટીમમાં આવ્યા પછી, તેણે નાયર સાથે તેની બેટિંગ પર ઘણું કામ કર્યું છે.જાન્યુઆરીમાં જ જ્યારે બીસીસીઆઈએ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બેટ્સમેન સિતાંશુ કોટકને ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા ત્યારે નાયરના ભવિષ્ય અંગે પ્રશ્નો ઉભા થયા હતા.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
