તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th April 2025
4,4,6,4,4… અભિષેક પોરેલની વિસ્ફોટક બેટિંગ, બીજી જ ઓવરમાં તુષાર દેશપાંડેને હંફાવી દીધો
રાજસ્થાન રોયલ્સ સામે ટોસ હાર્યા બાદ, દિલ્હી પહેલા બેટિંગ કરવા આવ્યું અને અભિષેક બેટિંગથી ધમાલ મચાવી.

નવી દિલ્હી :અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની તોફાની બેટિંગથી અભિષેક પોરેલે દિલ્હીનું તાપમાન વધારી દીધું છે. રાજસ્થાન રોયલ્સ સામે ટોસ હાર્યા બાદ, દિલ્હી પહેલા બેટિંગ કરવા આવ્યું અને અભિષેક બેટિંગથી ધમાલ મચાવી. અભિષેકે ઇનિંગની બીજી જ ઓવરમાં તુષાર દેશપાંડેને હંફાવી દીધો. તુષારની ઓવરમાં અભિષેકે 23 રન ફટકાર્યા, જેમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો. દિલ્હીના બેટ્સમેન સામે તુષાર સંપૂર્ણપણે લાચાર દેખાતો હતો. જોકે, જેક ફ્રેઝર મેકગર્ક ફરી એકવાર ફ્લોપ રહ્યા અને માત્ર 9 રન બનાવીને આઉટ થયા.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, દિલ્હી કેપિટલ્સે જેક ફ્રેઝર અને અભિષેકે પ્રથમ વિકેટ માટે 34 રનની ભાગીદારી સાથે ઝડપી શરૂઆત કરી. ફ્રેઝરે જોફ્રા આર્ચર સામેની પહેલી જ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા. બીજી ઓવરમાં, અભિષેકે બાજી સંભાળી અને તુષાર દેશપાંડેની બોલિંગને ધોઈ નાખી. અભિષેકે ઓવરની શરૂઆત એક શક્તિશાળી ચોગ્ગાથી કરી. આ પછી, અભિષેકે બીજા બોલ પર બીજો ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર વિકેટકીપર બેટ્સમેને બોલને સીધો બાઉન્ડ્રી લાઇનની પાર મોકલી દીધો. અભિષેક ચોથા અને પાંચમા બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલવામાં પણ સફળ રહ્યો. તુષારની આ ઓવરમાં અભિષેકે કુલ 23 રન બનાવ્યા.
જેક ફ્રેઝર મેકગર્કનું ખરાબ પ્રદર્શન રાજસ્થાન સામે પણ યથાવત રહ્યું. ફ્રેઝર 6 બોલનો સામનો કરીને અને 9 રન બનાવીને આઉટ થયો. ફ્રેઝરે બે ચોગ્ગા ફટકારીને સારી શરૂઆત કરી હતી પરંતુ પછી જોફ્રા આર્ચર સામે મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. તો છેલ્લી મેચમાં 89 રનની શાનદાર ઇનિંગ્સ રમનાર કરુણ નાયર કમનસીબ રહ્યો અને રન આઉટ થયા બાદ તેને પેવેલિયન પાછા ફરવું પડ્યું. અભિષેકે શોટ રમ્યો કે તરત જ કરુણ રન લેવા દોડ્યો, પરંતુ અભિષેકે તેને પાછો મોકલી દીધો. જોકે, કરુણ ક્રીઝથી થોડો દૂર હતો અને રન આઉટ થયા બાદ તેને પેવેલિયન પરત ફરવું પડ્યું.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
