<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

IPLમાં LSG સામેની મૅચ પહેલા એમએસ ધોનીએ રૉબોટ ડૉગ સાથે કરી ધમાલ મસ્‍તી

ધોનીએ તેના બૅટ કે કીપીંગથી નહીં, પરંતુ રૉબોટ સાથે મસ્‍તી કરીને લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે

લખનૌ તા.૧પઃ અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે આઇપીએલ ૨૦૨૫ ના મુકાબલામાં લખનૌ સુપર જાયન્‍ટ્‍સનો સામનો કરવા માટે ચેન્નઈ સુપર કિંગ્‍સ તૈયારી કરી રહી હતી, ત્‍યારે ધોનીએ વોર્મ-અપ્‍સમાંથી થોડો વિરામ લીધો અને આઇપીએલના નવીનતમ ટૅક અજાયબી, રૉબોટિક કૅમેરા ડૉગ સાથે રમતો જોવા મળ્‍યો હતો. પોતાના સંયમ અને જિજ્ઞાસા માટે જાણીતા ભૂતપૂર્વ ભારતીય કૅપ્‍ટન, આ ફયૂચરિસ્‍ટિક ગેજેટનું નજીકથી નિરીક્ષણ કરતા જોવા મળ્‍યો. ચાર પગ પર માઉન્‍ટ થયેલ ગો-ો જેવો રૉબોટ, આઇપીએલની નવી ટૅક પહેલનો એક ભાગ છે જે ચાહકોને પડદા પાછળનું કન્‍ટેન્‍ટ બતાવે છે.

સાઇડલાઇન્‍સ નેવિગેટ કરવા અને ખેલાડીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર કરવામાં આવેલો આ રૉબોટ ડૉગ આ સીઝનની શરૂઆતથી જ દરેકનો -યિ બની ગયો છે. અગાઉ, રૉબોટિક ડૉગે હાર્દિક પંડ્‍યા અને ડેની મોરિસન જેવા સ્‍ટાર્સ સાથે હળવાશભર્યા ક્ષણો શૅર કર્યા છે, રમતિયાળ હાઇ-ફાઇવ પણ આપ્‍યા છે. ધોની, એક ઉત્‍સાહી પ્રાણી પ્રેમી, દેખીતી રીતે ખુશ અને મંત્રમુગ્‍ધ દેખાતો હતો, આ ડૉગી તેના હાવભાવને પ્રતિબિંબિત કરતાં ધોનીએ રૉબોટને હળવેથી થપથપાવતો જોવા મળ્‍યો હતો. (૩પ.૪)

(4:16 PM IST)