<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

શુભમન ગિલે અડધી સદી ફટકારી સિદ્ધિ હાંસલ કરી :ગુજરાત ટાઇટન્સના પ્રથમ ખેલાડી બન્યો

શુભમન ગિલે 109 IPL મેચોની 106 ઇનિંગ્સમાં 136.46 ના સ્ટ્રાઇક રેટથી કુલ 3424 રન બનાવ્યા

મુંબઈ :કેપ્ટન શુભમન ગિલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 2000 રન બનાવનાર ગુજરાત ટાઇટન્સના પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે શનિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે પોતાની IPL કારકિર્દીની 22મી અડધી સદી (60) ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી. તેણે 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

શુભમન ગિલ 2022માં ફ્રેન્ચાઇઝીમાં જોડાયો હતો અને ત્યારથી તે ગુજરાત ટાઇટન્સ માટે 51 IPL મેચ રમી ચૂક્યો છે. વર્ષ 2024માં હાર્દિક પંડ્યા બાદ શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે હવે ટીમના કેપ્ટન તરીકે પોતાની બીજી સિઝન રમી રહ્યો છે. તેમણે અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ માટે 44.60ની સરેરાશ અને 147.89ના સ્ટ્રાઇક રેટથી કુલ 2007 રન બનાવ્યા છે.

શુભમન ગિલ IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં 21મા સ્થાને પહોંચી ગયો છે. તેણે કિરોન પોર્લાડને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું. કિરોન પોલાર્ડે 189 મેચની 171 ઇનિંગ્સમાં 147.32ના સ્ટ્રાઇક રેટથી કુલ 3412 રન બનાવ્યા છે, જેમાં 16 અડધી સદીનો સમાવેશ થાય છે.

શુભમન ગિલે 109 IPL મેચોની 106 ઇનિંગ્સમાં 136.46 ના સ્ટ્રાઇક રેટથી કુલ 3424 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 22 અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, IPLમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેમણે 257 મેચની 249 ઇનિંગ્સમાં 132.24 ના સ્ટ્રાઇક રેટથી કુલ 8190 રન બનાવ્યા છે, જેમાં 8 સદી અને 57 અડધી સદીનો સમાવેશ થાય છે.

(11:48 PM IST)