News of Saturday, 12th April 2025
પ્રિયાંશ આર્યએ ફરી વખત બઘડાટી બોલાવી: મોહમ્મદ શમી પર તૂટી પડ્યો: ચોતરફ ચોક્કા છગ્ગા ફટકાર્યા
પાછલી મેચમાં સીએસકે વિરુદ્ધ સદી લગાવ્યા બાદ તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પણ ધૂઆંધાર બેટિંગ કરી

હૈદરાબાદ: આઈપીએલ 2025ની 27મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થઈ રહ્યો છે. આ મેચ સનરાઇઝર્સના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં આશા છે કે સનરાઇઝર્સના બેટ્સમેનો ફોર્મમાં આવી જશે અને ફરી એકવાર પોતાનું તોફાન બતાવશે. પણ બાજી જરા ઉલ્ટી પડી ગઈ અને પંજાબની ટીમે હૈદરાબાદની ટીમને બરાબરની ધોઈ નાખી. ખાસ કરીને પંજાબના ઓપનર પ્રિયાંશ આર્યએ તો હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર તૂટી પડ્યો
પ્રિયાંશ આર્યએ ફરી એકવાર બઘડાટી બોલાવી દીધી. પાછલી મેચમાં સીએસકે વિરુદ્ધ સદી લગાવ્યા બાદ તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પણ ધૂઆંધાર બેટિંગ કરી હતી. તેણે પહેલી ઓવરમાં શમીને સતત ચાર ચોગ્ગા માર્યા, પછી બીજી ઓવરમાં કમિન્સના બોલ પર એક છગ્ગો અને એક ચોગ્ગો લગાવ્યો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં તેણે ફરીથી શમીને ટાર્ગેટ બનાવ્યો.
પ્રિયાંશ આર્યએ ત્રીજી ઓવરના પહેલા બે બોલ પર છગ્ગા લગાવી દીધા. ત્રીજા બોલ પર તેણે ફરી એક ચોગ્ગો માર્યો. તેની ધમાકેદાર બેટિંગના કારણે પંજાબે પહેલી ઓવરમાં 14 રન બનાવ્યા. બીજી ઓવરમાં 16 રન બનાવ્યા અને ત્રીજી ઓવરમાં 23 રન બનાવ્યા. આવી જ રીતે પંજાબે ખાલી 3 ઓવરમાં 53 રન બનાવી લીધા હતા. પંજાબે આ અગાઉ 2018માં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 2.5 ઓવરમાં 50 રન બનાવ્યા હતા.
હર્ષલ પટેલે ચોથી ઓવરના છેલ્લા બોલ પર પ્રિયાંશ આર્યને આઉટ કર્યો. પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. પ્રિયાંશે ખાલી 13 બોલમાં 4 છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 36 રન બનાવી લીધા. તેની સ્ટ્રાઇક રેટ 276.92ની હતી. પ્રિયાંશે પાછલી મેચમાં સીએસકે વિરુદ્ધ 42 બોલમાં 103 રન બનાવ્યા હતા. તે આઈપીએલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારો ખેલાડી પણ બન્યો હતો
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
