તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th April 2025
સુનીલ નારાયણે ચાર ઓવરમાં એકપણ બાઉન્ડ્રી ન લગાવવા દીધી
સુનીલ નારાયણે આર અશ્વિનને પાછળ છોડી દીધો :પ્રથમ બોલિંગ કરતા સુનીલ નારાયણે તેની ચાર ઓવરમાં માત્ર ૧૩ રન આપીને ત્રણ મહત્વની વિકેટ લીધી હતી

નવી દિલ્હી, તા.૧૨: કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે આઈપીએલ ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને ૮ વિકેટથી હરાવી દિધી હતી.
આ મેચમાં KKR માટે સુનીલ નારાયણ સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે પોતાની બોલિંગ અને બેટિંગથી KKRની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરતા, CSKએ માત્ર ૧૦૩ રન બનાવ્યા, જે KKRએ સુનીલ નારાયણની ઇનિંગને કારણે જીત હાસિંલ કરી હતી.
પ્રથમ બોલિંગ કરતા સુનીલ નારાયણે તેની ચાર ઓવરમાં માત્ર ૧૩ રન આપીને ત્રણ મહત્વની વિકેટ લીધી અને ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેણે રાહુલ ત્રિપાઠી, રવીન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ લીધી હતી. તેના કારણે ઝ્રજીદ્ભની ટીમ માત્ર ૧૦૩ રન જ બનાવી શકી હતી. ખાસ વાત એ હતી કે સુનીલ નારાયણે પોતાની ચાર ઓવરના ક્વોટા દરમિયાન કોઈ બાઉન્ડ્રી નહોતી આપી. આ મેચમાં સુનીલ નારાયણે બેટિંગ અને બોલિંગ બંનેમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.
સુનીલ નારાયણે આવું ૧૬ વખત કર્યું છે, જ્યારે તેણે આઈપીએલ મેચમાં તેની આખી ચાર ઓવર ફેંકી છે અને એક પણ બાઉન્ડ્રી આપી નથી. આઈપીએલમાં કોઈપણ બોલર દ્વારા આ સૌથી વધુ છે. સુનીલ નારાયણે આ મામલે નંબર-૧નો તાજ હાંસલ કર્યો છે અને તેણે રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિને આઈપીએલમાં ૧૫ વખત આવું કર્યું છે, જ્યારે તેણે મેચમાં તેની સંપૂર્ણ ચાર ઓવર ફેંકી હતી અને કોઈ બાઉન્ડ્રી આપી ન હતી.
બોલિંગ પછી, સુનીલ નારાયણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બેટિંગ કરી અને ૧૮ બોલમાં ૪૪ રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય ક્વિન્ટન ડી કોકે ૨૩ અને અજિંક્ય રહાણેએ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ KKR ટીમ જીતવામાં સફળ રહી હતી.
સુનીલ નારાયણ ૨૦૧૨ થી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે ૧૮૨ આઈપીએલ મેચોમાં કુલ ૧૮૫ વિકેટ લીધી છે. આ સિવાય તેના બેટએ IPLમાં ૧૬૫૯ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ૭ અડધી સદી સામેલ છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
