<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

ઇંગ્‍લેન્‍ડની વન-ડે અને ટી-ર૦ ટીમનો કેપ્‍ટન બનતો હેરી બ્રુક

આઇપીએલ માંથી બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્‍યો હતો

નવી દિલ્‍હીઃ  આઇપીએલએ થોડા દિવસો પહેલા જે ખેલાડી પર કડક કાર્યવાહી કરીને બે વર્ષનો પ્રતિબંધ લગાવ્‍યો હતો, હવે તે ખેલાડીને ઈંગ્‍લેન્‍ડે મોટું ઈનામ આપ્‍યું છે. ઈંગ્‍લેન્‍ડે હેરી બ્રૂક ને પોતાનો નવો કેપ્‍ટન બનાવ્‍યો છે. ૨૬ વર્ષના હેરી બ્રૂકને જોસ બટલરની જગ્‍યાએ વનડે અને ટી૨૦ ટીમનો કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો છે. વિકેટકીપર બેટ્‍સમેન જોસ બટલરે ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્‍ટનશિપ છોડી દીધી હતી.

હેરી બ્રૂક જાન્‍યુઆરી ૨૦૨૨માં ડેબ્‍યૂ કર્યા બાદથી ઈંગ્‍લેન્‍ડ ક્રિકેટ ટીમનો મહત્‍વનો ભાગ રહ્યો છે. તે છેલ્લા એક વર્ષથી વનડે અને ટી૨૦ બંને ટીમમાં વાઈસ કેપ્‍ટન તરીકે રમી રહ્યો હતો. ગયા વર્ષે બટલરની ગેરહાજરીમાં બ્રૂકે ઓસ્‍ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં પણ ઈંગ્‍લેન્‍ડની કેપ્‍ટનશિપ કરી હતી. હેરી બ્રૂક આઈસીસી અંડર-૧૯ વર્લ્‍ડ કપમાં પણ ઈંગ્‍લેન્‍ડની કેપ્‍ટનશિપ કરી ચૂકયો છે. હવે જ્‍યારે મે મહિનામાં ઈંગ્‍લેન્‍ડની ટીમ વેસ્‍ટ ઈન્‍ડિઝ સામે વનડે અને ટી૨૦ સિરીઝ રમશે, ત્‍યારે આ જ ખેલાડી ઈંગ્‍લિશ ટીમની કમાન સંભાળી રહ્યો હશે.

(3:58 PM IST)