<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો: મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી

નીતીશ કુમાર રેડ્ડીએ 31 રન અને ક્લાસને 27 રન બનાવ્યા :પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોરે 2-2 વિકેટ લીધી

સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો. તેના માટે નીતીશ કુમાર રેડ્ડીએ 31 રનની ઇનિંગ રમી હતી. ક્લાસને 27 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 18 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન પેટ કમિન્સે અણનમ 22 રન બનાવ્યા હતા.

ગુજરાત માટે મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. સાઈ કિશોરે પણ 2 વિકેટ ઝડપી હતી.

 

સનરાઇઝર્સ હૈદરાબાદની સાતમી વિકેટ પડી. અનિકેત વર્મા 14 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેને બે ચોગ્ગા ફટકાર્યા. સિરાજે અનિકેતને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

હૈદરાબાદની આઠમી વિકેટ સિમરજીતના રૂપમાં પડી હતી. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

હૈદરાબાદે 19 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા

હૈદરાબાદની છઠ્ઠી વિકેટ પડી. કામિન્દુ મેન્ડિસ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. પ્રસિદ્ધ કૃષ્ણે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

હૈદરાબાદે 17 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. હવે પેટ કમિન્સ બેટિંગ કરવા આવ્યો છે.

(9:42 PM IST)