<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

રાજસ્‍થાનને કેપ્‍ટન તરીકે સંજુ સેમસને ૩રમી જીત અપાવીઃ શેન વોર્નનનો રેકોર્ડ તોડ્યો

- ઓસ્‍ટ્રેલીયન દિગ્‍ગજ શેન વોર્ન ૩૧ જીત સાથે બીજા નંબરેઃ દ્રવીડ ૧૮ જીત સાથે ત્રીજા નંબરે

ચંદીગઢઃ ગઇકાલે આઈપીએલ 2025ની 18મી મેચ શનિવારના રોજ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુરના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમે પંજાબની ટીમને 50 રનથી માત આપી હતી. ત્યારે આ મેચ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન માટે ખાસ રહી હતી. તેને કેપ્ટન તરીકે વાપસી કરતાં જ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આઈપીએલના ઈતિહાસમાં સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. તેણે પૂર્વ કેપ્ટન શેન વોર્નનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સેમસને 62મી મેચમાં રાજસ્થાનને 32મી જીત અપાવી, જ્યારે વોર્ને 55 મેચમાં 31 જીત નોંધાવી હતી. રાહુલ દ્રવિડ 34 મેચમાં 18 જીત સાથે ત્રીજા સ્થાને છે.

પંજાબ અને રાજસ્થાનની મેચની વાત કરીએ તો, પંજાબની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 205 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 155 રન જ બનાવી શકી હતી. આ રીતે રાજસ્થાન રોયલ્સની ટીમે 50 રનથી જીત મેળવી હતી.

(12:54 PM IST)