<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને ઘૂંટણમાં ઇજા મેચમાંથી બહાર થયો

શું આઈપીએલની સમગ્ર સીઝનમાં બહાર બેસી રહે તેવી શકયતા

મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા શુક્રવારે લખનઉ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં રમી રહ્યો નથી. આ મેચમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પંડ્યાએ કહ્યું કે રોહિત શર્મા મેચમાં રમી રહ્યો નથી. મુંબઈ પોતાની બીજી જીતની શોધમાં છે.

રોહિત ટીમની શરૂઆતની ત્રણ મેચ રમ્યો હતો. પરંતુ તેના બેટમાંથી કોઈ રન આવ્યા નથી. તેનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય હતું. આ મેચમાં રોહિત ફોર્મમાં પાછો ફરશે તેવી અપેક્ષા હતી, જોકે તે અંગે શક્યતા ખતમ થઈ ગઈ છે અને એવી પણ ચિંતા છે કે રોહિત પૂરી IPL માટે બહાર બેસી શકે છે.

આ મેચમાં રોહિતનું રમવું તેના ફોર્મ સાથે સંબંધિત નથી. રોહિત ઘાયલ છે અને તેથી જ તે આ મેચમાં રમી રહ્યો નથી. પંડ્યાએ કહ્યું કે રોહિતને પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તેથી જ તે આ મેચમાં રમી રહ્યો નથી. પંડ્યાએ રોહિત વિશે કહ્યું, "રોહિતને નેટમાં ઘૂંટણ પર બોલ વાગ્યો હતો અને તેથી જ તે આ મેચ રમી રહ્યો નથી.

જોકે પંડ્યાએ રોહિત કેટલી મેચ માટે બહાર છે અને તેની ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ માહિતી આપી નથી. રોહિતે આ સિઝનમાં ત્રણ મેચ રમ્યો છે અને ફક્ત 21 રન જ બનાવ્યા છે.

રોહિતની જગ્યાએ રાજ અંગદ બાવાને ટીમમાં સ્થાન મળ્યું છે. તે મુંબઈ માટે પોતાનું ડેબ્યૂ કરી રહ્યો છે. અગાઉ તે પંજાબ કિંગ્સનો ભાગ હતો. રાજ એક ઓલરાઉન્ડર છે અને એક સારો ફિલ્ડર પણ છે. તે યશ ધુલની કેપ્ટનશીપ હેઠળ અંડર-૧૯ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો.

(8:35 PM IST)