<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

એલ ક્લાસિકો મેચ માટે બંને ટીમોની જાહેરાત: પુયોલ બાર્સેલોનાનું અને ફિગો રીઅલ મેડ્રિડનું કરશે નેતૃત્વ : આ મેચ 6 એપ્રિલે મુંબઈમાં રમાશે

નવી દિલ્હી: 6 એપ્રિલે મુંબઈમાં રમાનારી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ લિજેન્ડ્સ વચ્ચેની મેચ માટે બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલી વાર બનશે જ્યારે રિયલ મેડ્રિડ અને બાર્સેલોના બંને ટીમોના ભૂતપૂર્વ ખેલાડીઓ ભારતમાં એલ ક્લાસિકો મેચમાં રમશે.કાર્લ્સ પુયોલ બાર્સેલોના લિજેન્ડ્સના કેપ્ટન બનશે, જ્યારે લુઈસ ફિગોને રીઅલ મેડ્રિડ લિજેન્ડ્સના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.બે સ્પેનિશ ક્લબ વચ્ચેની મૈત્રીપૂર્ણ મેચ 6 એપ્રિલે 55,000 દર્શકોની ક્ષમતાવાળા ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે અને ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

(5:26 PM IST)