<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

મોહસીન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ : શ્રીલંકાના શમ્મી સિલ્વાનું સ્થાન લેશે

નવી દિલ્હી:પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન મોહસીન નકવીને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. નકવી શ્રીલંકા ક્રિકેટ (SLC) ના પ્રમુખ શમ્મી સિલ્વાનું સ્થાન લેશે. નકવી આ પદ પર 2 વર્ષ સુધી રહેશે. ગુરુવારે ACC ની ઓનલાઈન વાર્ષિક બેઠક યોજાઈ હતી. જે બાદ નેતૃત્વમાં પરિવર્તનની જાહેરાત કરવામાં આવી. આ વર્ષે સપ્ટેમ્બરમાં T20 એશિયા કપ પણ યોજાવાનો છે. ગુરુવારે બેઠક બાદ ACC એ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે, પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને ACC ના પ્રમુખનું પદ સંભાળ્યું છે. પાકિસ્તાન હવે એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. પાકિસ્તાન સાથે એશિયામાં ક્રિકેટને નવી દિશામાં લઈ જવાનો પ્રયાસ થશે.

(5:25 PM IST)