<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

IPLએ બદલી કિસ્મત ગુજરાત ટાઇટન્સના ખેલાડીની કિસ્મત :રિક્ષા ચાલકનો પુત્ર 6 લક્ઝરી કારનો માલિક

એક સમયે પિતા પાસેથી મહિને 100 રૂપિયા પોકેટમની મેળવતા મોહમ્મદ સિરાઝની અત્યારે કુલ નેટવર્થ 57 કરોડથી વધુ :આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઈઝીએ 12.25 કરોડમાં સિરાઝને ખરીદ્યો

ટીમ ઈન્ડિયામાં અનેક એવા ક્રિકેટર છે, જેમની કારકિર્દીની શરૂઆત દારૂણ ગરીબીમાં થઈ હોય અને આજે તેઓ કરોડોમાં આળોટતા હોય. આવો જ એક ખેલાડી છે મહોમ્મદ સિરાજ, જે હાલ ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમ તરફથી રમી રહ્યો છે. આ માટે GT ફ્રેન્ચાઈઝી દ્વારા મહોમ્મદ સિરાઝને રૂ. 12.25 કરોડની રકમ મળી રહી છે. તો ચાલો મોહમ્મદ સિરાઝની શૂન્યથી શિખર સુધી પહોંચવાની રોચક સફર પર એક નજર નાંખીએ…

હૈદરાબાદમાં જન્મેલા મોહમ્મદ સિરાઝના પિતા મોહમ્મદ ગૌસ ઑટો ડ્રાઈવર હતા. જ્યારે સિરાઝની માતા શબાના બેગમ લોકોના ઘરોમાં કામ કરતી હતી. એક સમયે મોહમ્મદ સિરાઝને પિતા તરફથી માત્ર 100 રૂપિયાની પૉકેટમની મળતી હતી. જો કે પોતાની ક્રિકેટ પ્રત્યેની ધગસના કારણે મોહમ્મદ સિરાઝ માત્ર હૈદરાબાદ જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં જાણીતો થઈ ગયો છે. એક સમયે 100 રૂપિયાની પોકેટમની મેળવતો મોહમ્મદ સિરાઝ અત્યારે રૂ. 57 કરોડની કુલ નેટવર્થ ધરાવે છે.

 

મોહમ્મદ સિરાઝ પ્રથમ વખત 2017ની IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં જોડાયો હતો. જો કે આ સમયે ટીમ તરફથી સિરાઝને એકપણ મેચ રમવાની તક નહતી મળી. જો કે તેના પછીના વર્ષે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સિરાઝને પોતાની ટીમમાં સામેલ કર્યાં બાદ સિરાઝે પાછું વળીને નથી જોયું. ક્રિકેટ ઉપરાંત આજે સિરાઝ તેલંગાણા પોલીસમાં DSP પણ છે.

IPLની ગઈ સિઝન સુધી RCBનો હિસ્સો રહેલ સિરાઝ હવે ગુજરાત ટાઈટન્સનો ભાગ છે. ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝીએ ઑક્સન દરમિયાન સિરાઝને 12.25 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. આટલું જ નહીં, BCCI દ્વારા સિરાઝ એ ગ્રેડની કેટેગરીમાં આવે છે, જે અંતર્ગત તેને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. આ ઉપરાંત સિરાઝ પાસે MyCircle11, Be O Man, CoinSwitchKuber, Crash on the Run, MyFitness, SG અને ThumsUp જેવી અનેક ટૉપ બ્રા્ડની એડવર્ટાઈસમેન્ટ છે. જો કાર કલેક્શનની વાત કરીએ તો, સિરાઝ પાસે રેન્જ રોવર, BMW 5 સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી લક્ઝરી કાર છે. આ સિવાય બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ સિરાઝને થાર ભેટમાં આપી છે.

(11:28 PM IST)